હિન્દ ન્યૂઝ, ડભોઈ
હાલમાં ગુજરાત રાજ્યમાં અને ડભોઇ નગર તેમજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને નવા સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે ત્યારે ડભોઇ વિસ્તારમાં સરકાર દ્વારા જાહેર થયેલી કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ એસ.પી અને igp સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડભોઈ નગરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ ને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો હતો. પોલીસ તંત્રના અધિકારી સુધીર દેસાઈ ના જણાવ્યા અનુસાર હવેથી ડભોઇમાં કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જેમાં ફરજિયાત માસ્ક પહેરવાનું, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાનું, સામાજિક મેળાવડા સબંધિત સુચનાઓ, વાહનોના પરિવહન અંગેનું માર્ગદર્શન વગેરે બાબતોને ધ્યાનમાં લઇને સ્થાનિક પોલીસ કર્મીઓને આ ગાઈડ લાઇનથી સુપેરે પરિચિત કરાવવામાં આવ્યા હતા અને તેનું સખ્તાઇ પૂર્વક અમલીકરણ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેથી આ સંદર્ભમાં પોલીસ કર્મીઓની કામગીરી સુદ્રઢ બને અને કોવીડ ગાઇડ લાઇનનું સખ્તાઈથી અમલીકરણ થાય તે બાબતે જવાબદાર પોલીસ કર્મીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી. આગામી સમયમાં સરકાર શ્રી દ્વારા જે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આવશે તેનું પોલીસ વિભાગ અને અન્ય વિભાગો સાથે સંકલન કરી તેનો પૂર્વક સખ્તાઇ પૂર્વક અમલ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. સદર ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ બેઠકો દરમિયાન ડભોઇ નગરના પી.આઇ જે .એમ. વાઘેલા, મહિલા પી.એસ.આઇ ડિ.કે.પંડ્યા અને અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ
