વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલનું ડભોઇ બી.આર.સી ભવન ખાતે સન્માન

હિન્દ ન્યૂઝ, વડોદરા 

હાલ વડોદરા જિલ્લા પંચાયતમાં દરેક સમિતિઓ ની વહેંચણીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે . જેમાં વડોદરા જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક ઉપરથી વિજયી બનેલા અશ્વિનભાઈ પટેલ (વકિલ)ને વડોદરા જિલ્લા પંચાયતમાં ખૂબ મહત્વ ની શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું છે. અશ્વિનભાઈ પટેલ કે ભાજપના કમૅઠ કાર્યકર છે અને વ્યવસાયે વકીલ છે જેઓ ખૂબ જ શિક્ષિત અને સતત પ્રજાજનોના સંપર્કમાં રહેનાર વ્યક્તિ છે . જેથી અશ્વિનભાઈ પટેલને જે આ જવાબદારી મળી છે તે તેઓ નિષ્ઠાપૂર્વક કરશેજ અને શિક્ષણ ક્ષેત્રે રહેલી કેટલીક સમસ્યાઓને દૂર કરી ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. ત્યારે આજરોજ ડભોઇ બી.આર.સી ભવન ખાતે ડભોઇ તાલુકા શિક્ષકોની શરાફી મંડળી અને તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકિલ) ને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા . શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા લાવવા માટે કેટલી ચર્ચાઓ પણ તેઓ સાથે કરવામાં આવી હતી અને શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી .આ સન્માન સમારંભમાં અશ્વિનભાઈ પટેલે સૌ શિક્ષકો ને એકત્રિત થઈ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પ્રયત્ન કરવાના છે તેવી રજૂઆત સૌ શિક્ષકોને કરી હતી. જેને હાજર તમામ શિક્ષકોએ વધાવી લીધી હતી અને તેઓએ આ કાર્ય કરવા માટે શિક્ષકો ને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ પ્રસંગે ડભોઇ તાલુકા શિક્ષક શરાફી મંડળીના હોદેદારો , ડભોઇ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો અને ગ્રુપાચાર્યો, અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment