કેશોદના સ્મશાનમાં સરકારી સંસ્થા અને લોકભાગીદારથી સ્વર્ગારોહણ અગ્નિ સંસ્કાર ભઠ્ઠી તૈયાર, 100 કિલાે લાકડા અને હવાના દબાણથી 2 કલાકની અંદર થશે અગ્નિસંસ્કાર

કેશાેદ,

કેશાેદના સ્મશાનમાં થોડા સમય પહેલાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ડિઝલ ભઠ્ઠીનું નિર્માણ થયું હતું જયારે મૃત્યું પામનારના સ્વજનોની મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપવાની ઇચ્છાના કારણે વધુ એક અગ્નિસંસ્કાર ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. આ ભઠ્ઠી કલાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને જેડા તેમજ નગરજનોની ભાગીદારીથી 5 લાખમાં તૈયાર થવા પામી છે. જેમાં 70 થી 100 કિલો બાયોકોલ, છાંણા કે લાકડા તેમજ હવાના દબાણથી માત્ર 2 કલાકમાં જ નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જશે, જેના કારણે લાકડાની અને સમયની બચત તેમજ પર્યાવરણનું જતન થશે ઉપરાંત આ ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર સમયે ગીતાના 12 અને 15 માં અધ્યાયનું સંગીત સાથે પઠન થશે અને મૃત્યું પામનારના સ્વજનો તમામ વિધિ પણ કરી શકશે.

આ ક્ષણે સ્વર્ગારોહણ અગ્નિ ભઠ્ઠીના સંશોધક અર્જુનભાઇ પાઘડારે જણાવ્યું કે સરકારી સંસ્થા દ્વારા મળેલ 2.5 લાખની લઘુ સહાયને મેં આ ભઠ્ઠીમાં વાપરી નાખી છે. આમ હવે બામણાસા ઘેડ અને દ્વારકાના પાડલી ગામે મુકેલ સ્વર્ગારોહણ ભઠ્ઠીમાં રહેલ ક્ષતીઓ દુર કરી નવા સ્ટેનેલેશ સ્ટીલના માળખામાં તૈયાર કરાયેલી ભઠ્ઠીમાં 800 થી 1000 ટેમ્પ્રેચરમાં નશ્વરદેહ અગ્નિમાં વિલીન કરી સકાશે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment