વેરાવળ ખાતે મુસ્લિમ સમાજ ના આગેવાનોએ તહેવારો અનુસંધાને મિટિંગનુ આયોજન કરવામા આવ્યું

વેરાવળ,

વેરાવળ પટની હોલ ખાતે સંયુકત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવર મોહંમદ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વેરાવળ શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના સવૅ મુસ્લિમ આગેવાનો ની એક અગત્ય ની મિટિંગનુ આયોજન કરવામા આવેલ અને હાલમા આવી રહેલ તહેવારો ઈદુલ અઝહા, શ્રાવણ માસ તથા મહોરમ પ્રસંગે હાલ ની તકે વેરાવળ તથા આસપાસમાં ઘણા લાબા સમય થી બન્ને જ્ઞાતિ ના આગેવાનો તેમજ પ્રશાસન ના અથાગ પ્રયત્નો થી એકતા અને ભાઈચારો નો જે વાતાવરણ જણવાઈ રહેલ છે તે કાયમી જણવાઈ રહે તેવો માહોલ બનાવી, કોઈ અનિચ્છીય બનાવ ના બને તેવી સૌ આગેવાનો એ અથાગ પ્રયત્ન કરવા અને હાલ મા ચાલી રહેલ કોરોના વાયરસ ની મહામારી મા  સરકારની ગાઈડ લાઈન્સ અને તેમના સાથ સહકાર દ્રારા તહેવાર ની સારી રીતે ઉજવણી કઈ રીતે કરવામા આવે તેવી ચચૉ વિચારણા કરવામા આવેલ હતી.

આ પ્રસંગે ઈદુલ અઝહા ની નમાઝ મસ્જીદ તેમજ પોત પોતાના ઘરો મા સોશ્યલ ડીસ્ટન્સ નુ ખ્યાલ રાખી અદા કરવામા આવે તેમજ કાયદા નુ પાલન બરાબર રીતે કરવામા આવે સવૅ એ પોત પોતાના મહોલ્લા ની મસ્જિદ મા જ નમાઝ અદા કરવી અને ભિડભાડ કરવી નહી તેમજ કુબૉની પણ શાન્તિ પૂવૅક રીતે કરવામા આવે અને જે કાઈપણ વેસ્ટેજ ( નકામી વસ્તુ ) ને જાહેર સ્થળો ઉપર જેમ તેમ નાખે નહી પરંતુ સતાવાળાઓ એ જે સ્થળ નક્કી કરેલ હોય તે સ્થળો એ જ જમા કરવામા આવે અને સૌ લોકો એ કાયદા કાનુન નુ પાલન કરી આ તહેવારો ની ઉજવણી કરવી તેવુ નક્કી કરવામા આવેલ હતું.

ત્યાર બાદ આવી રહેલ દરેક તહેવાર નિમીતે સરકાર ના ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામા આવે હાલ ની તકે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ધારા 144 ની કલમ લાગુ હોવાના કારણે દરેક તહેવારો, રથયાત્રા, મેળા, ઉષૅ, કે કોઇપણ પ્રસંગ ની ઉજવણી કરવાની મનાઈ હોવાથી દરેક વ્યકતિયો એ આ વાત નુ પણ ખાસ ધ્યાન રાખવો.

આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો મા પાટણ પટની સમાજ ના પ્રમુખ યુસુફ પાકિઝા, ગિર સોમનાથ જીલ્લા ભાજપ માયનોરિટી ના પ્રમુખ આસિફબાપુ કાદરી, ગિર સોમનાથ જીલ્લા કોન્ગ્રેસ માયનોરીટિ ના પ્રમુખ ફારૂક મલિક પેરેડાઈઝ, વેરાવત્ર તાલુકા ગ્રામ્ય વિસ્તાર મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ મોહંમદભાઈ તવાણી, ખારાકુવા ફિશ એસોસિયેશન ના પ્રમુખ રફિકભાઈ મૌલાના, તુરક સમાજ ના પ્રમુખ જાવિદભાઈ તાજવાણી, વેરાવળ શહેર ભાજપ માયનોરિટી ના પ્રમુખ હાજીભાઈ LKL, વેરાવળ નગર પાલિકા વિરોધ પક્ષ ના નેતા ફારૂક ભાઈ બૂઠિયા, પાટણ ચૌહાણ સમાજ ના પ્રમુખ મહેબુબ ચૌહાણ, વેરાવળ ઘાન્ચી સમાજ ના પ્રમુખ યુસુફભાઈ ઝાગા, ફકિર સમાજ ના પ્રમુખ વલીશા બાપુ, શેખ સિદ્ઘિકી સમાજના પ્રમુખ યુસુફભાઈ શેખ,વેરાવળ શહેર ભાજપ માયનોરિટી ના મહામંત્રી ઈમરાનભાઈ જમાદાર, ગિર સોમનાથ જીલ્લા કોન્ગ્રેસ માયનોરિટી ના ઉપ પ્રમુખ અમઝદભાઈ પંજા,વેરાવળ તાઝિયા કમેટી ના પ્રમુખ ઈકબાલ બાપુ, ગોવિન્દપરા પટની સમાજ ના પ્રમુખ મોહંમદભાઈ ખાન્જી, ભાડાલા સમાજ ના કાસમભાઈ ભાડાલા, ખલિફા જમાતના હનીફભાઈ ખલિફા, મુલ્લા જમાતના આલમમિયા બાપુ, મન્સુરી જમાતના કાલુભાઈ મન્સુરી, તુરક સમાજ ના આગેવાન અનવર ભાઈ, સુન્ની વ્હોરા સમાજના હનીફભાઈ વ્હોરા, મુનાફભાઈ વ્હોરા, મુઝાવર સમાજ ના હનીફભાઈ મુઝાવર, મતવા સમાજ ના ઈબ્રાહિમ મતવા, પાટણ પટની સમાજ ના સલિમભાઈ પંજા, કરીમભાઈ ઓનૅષ્ટ, હનીફભાઈ રંગીલા, આહમદ ખાન, સલિમ એશિયા, તુકૅ પઠાણ સમાજ ના ઈસુબભાઈ પઠાણ, તેમજ અન્ય આગેવાનો એ બહોળી સંખ્યા મા હાજરી આપેલ હતી.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment