હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અન્વયે નીતિ આયોગની ટીમ દ્વારા ઉપસ્થિત વિવિધ જિલ્લા અધિકારીઓ પાસેથી કામગીરી વિગત અંગે ચર્ચા કરીને જે – તે વિભાગ થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમ્યાન આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ, ડી. આર. ડી. એ., એગ્રીક્લચર વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગો દ્વારા પોતાના વિભાગ તરફથી કરવામાં આવેલ તેમજ કરવામાં આવનાર કામગીરીની વિગત રજૂ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ટીબી, એનિમિયા, સિકલસેલ જેવા પ્રશ્નો સહિત અન્ય જાણકારી આપવામાં આવી હતી. જયારે આઇસીડીએસ દ્વારા પોષણ સુધા યોજના સહિત બાળકો – માતાઓના પોષણ, આંગણવાડી અંગેની વિગત રજૂ કરાઈ હતી. એ સાથે અન્ય વિભાગો તરફથી પણ વિભાગીય કામગીરી ની વિગત રજૂ કરાઈ હતી.
