રાજકોટ શહેર કલેકટર કચેરી ખાતે રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કલેકટરએ વીરનગર શિવાનંદ મિશન, વડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની રાજકોટ જીલ્લાની જે સંસ્થાઓ વ્યસન મુક્તિના સામાજિક સેવાના કાર્યમાં કામ કરે છે. તેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી વ્યસન મુક્ત રાજકોટ જીલ્લો બને તે માટે કામગીરીનું આયોજન કરવા માટે જરૂરી સૂચનો જાણ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ટીમ વર્કથી બધા જ ડિપાર્ટમેન્ટ પોતાનું યોગદાન આપે અને નક્કર કામગીરી થાય તે માટે આગામી મીટીંગ પહેલા પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવ્યું હતું. રાજકોટ જીલ્લાના એક્શન પ્લાન અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં શિવાનંદ મિશન સંસ્થાના મંગળુભાઇ ધાધલ, ડો.વાડોદરિયા, ડો.મિલનકુમાર રોકડ, ડો.ઉપાધ્યાય, શિક્ષણ, પોલીસ, રમત-ગમત, નશાબંધી ખાતુ, આરોગ્ય સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment