સડક સુરક્ષા, જીવન રક્ષા, માર્ગ સપ્તાહ સલામતી સપ્તાહની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.              ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને ફૂલ આપી પ્રોત્સાહન કરવાનું કાર્ય હોય કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ અંગે જાગૃતિ કેળવવાનું કાર્ય હોય… બોટાદ જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અવનવાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને પેમ્ફલેટ અને માહિતીપ્રદ સામગ્રીઓનું વિતરણ…

Read More

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ.ટી.આઈ વેરાવળ ખાતે આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માર્ગદર્શક સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ.ટી.આઈ વેરાવળ ખાતે આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.         જેમા વિદ્યાર્થીઓ રોડ સેફ્ટીના નિયમોનુ પાલન વિશે જાણકારી મેળવે તેમજ રોડ સેફટીના નિયમોનુ મહત્વ સમજીને અમલવારી કરે તેવા શુભ હેતુસર એ.આઈ.એમ.વી ટાંક દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમજ હેલ્મેટ, સિટબેલ્ટ,તેમજ વિવિધ સિમ્બોલ્સ અને તેમનો ઉપયોગ મહત્વ સહિતની તકેદારી રાખવાની તમામ બાબતો સમજાવી હતી.તેમજ વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશનના નિયમો પાળવા તત્પરતા બતાવી હતી. આ તકે આઈ.ટી.આઈ હરેશભાઈ વાળા, આરટીઓમાંથી…

Read More

ખેડૂતો બન્યા સ્માર્ટ, આંગળીના ટેરવે મેળવી રહ્યાં છે કૃષિ જગતનું અદ્યતન જ્ઞાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આ કૃષિમાં નવીન કૃષિ પદ્ધતિઓ, નવીન સંશોધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેની જાણકારી મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવાની યોજના અમલમાં છે. આ સ્માર્ટફોન દ્વારા ગુજરાતના છેવાડાના ગામમાં રહેલો ખેડૂત પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના તેમજ અન્ય રાજ્યના માર્કેટ, વિવિધ કૃષિ યુનિવર્સિટી તથા વિદેશમાં થઈ રહેલા નવા સંશોધનો વિશે જાણકારી મેળવીને તેનો પોતાની કૃષિમાં ઉપયોગ કરીને વધુ ઉત્પાદન અને વધુ નફામાં ફેરવી શકે છે. ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી કૃષિજગતની તમામ જાણકારી આંગળીના…

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર   સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડીની સ્પર્ધા ડી.સી.સી. સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 24 જેટલી ટીમ સહભાગી બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અજયસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ભાઈઓની જુડોની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની જુડોની સ્પર્ધા પી.વી.મોદી સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર શ્રી મયુરભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. ૦૦૦૦૦૦ સમાચાર યાદી : ૧૬૪ જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ જામનગર તા.૦૬ ફેબ્રુઆરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા…

Read More

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત તાલીમ સેમિનારનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા કક્ષાના તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ નાગરિકો માટે શાળાઓ અને આંગણવાડીમાં બાળ આરોગ્ય, પોષણ સ્થિતિ, શિક્ષણ અને જીવનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલની ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, તાલીમ સત્રમાં જામનગર જિલ્લાના અંદાજીત ૨૭૯૫૩૩ લક્ષિત બાળકોને આવરી લેવા માટે માઈક્રોપ્લાન બનાવીને…

Read More

જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં વોચમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ ને મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે વિસ્તારના કાળાસર ગામે આરોપી લલીત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી પોતાના કબજા ભોગવટાની ઓરડીમા ઈંગ્લીશ દારૂ ની જૂદી જૂદી બ્રાન્ડની બોટલો ૧) રોયલ ચેલેંન્જર નંગ- ૮૪ કિં રૂપીયા ૫૦૪૦૦/- (૨) મેકડોલ્સ નંબર ૧ નંગ- ૮૦ કિ રૂપીયા ૩૦,૦૦૦/- (૩) ઓફીસર ચોઇસ ચપાલા નંગ- ૪૮ કિ: રૂપીયા…

Read More

છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ શ્રી યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ…

Read More

સંખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે બે દિવસીય વન જીપી,વન બીસી સખીની રીફ્રેશ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર સે ટી ), છોટાઉદેપુર ,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત સંખેડા તાલુકામાં તારીખ ૦૫/0૨/૨૦૨૪ થી ૦૬ /૦૨/૨૦૨૪ ના ૨ દિવસ ના રિફ્રેશ તાલીમ કાર્યક્રમમાં બહેનોને બે દિવસની વન જીપી,વન બીસી સખીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તે હેતુથી આ તાલીમ યોજવા માં આવી હતી. તારીખ ૦૫/૦૨/૨૦૨૪ ના રોજ સંસ્થાના ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ તથા FLCC કાઉન્સેલર મુકેશભાઇ પરમાર દ્વારા તાલીમ નું દીપ પ્રાગટ્ય કરીને ઉદધાટન…

Read More