જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત તાલીમ સેમિનારનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા કક્ષાના તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમગ્ર જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ નાગરિકો માટે શાળાઓ અને આંગણવાડીમાં બાળ આરોગ્ય, પોષણ સ્થિતિ, શિક્ષણ અને જીવનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલની ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત, તાલીમ સત્રમાં જામનગર જિલ્લાના અંદાજીત ૨૭૯૫૩૩ લક્ષિત બાળકોને આવરી લેવા માટે માઈક્રોપ્લાન બનાવીને કામગીરી કરવા માટેની સુચના આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગની સાથોસાથ શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ૧૦૦% સિદ્ધિ હાસલ કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નુપુર પ્રસાદ દ્વારા સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

 

 

 

Related posts

Leave a Comment