વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર

ગીર-સોમનાથ,

ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. વેરાવળ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ એસ.એસ.વાય.કોલોનીમાં આવેલ લાભુબેન રાણભાઈ મોરીનું રહેણાંક મકાન, સલાટ વાડાની બીજી ગલીમાં આવેલ મહેશ નરસીભાઈ મુરબીયાનું રહેણાંક મકાન, રાજેન્દ્રભુવન રોડ, પશુ દવાખાનાની બાજુમા જુના ક્વાર્ટરમાં આવેલ વનરાજસિંહ ભગવાનભાઈ પઢીયારનું રહેણાંક મકાન, બહાર કોટ લાબેલા રોડ ખાતે આવેલ જુબેદા ઈબ્રાહીમ ખાનનું રહેણાંક મકાન, જબ્બાર ચોક બહાર કોટ ખાતે આવેલ ઈબ્રાહિમ કાલુ પરમારનું રહેણાંક મકાન, ચાર ચોક બહાર કોટ ખાતે આવેલ મુસ્તફા ગની ખોખર તથા શહેદા મુસ્તફા ખોખરનું રહેણાંક મકાન, પ્ર.પાટણ ખાતે લખાત વાડી રંગીલા રસ વાડી શેરીમાં કાલાવત હાજાબેન યુસુફનું રહેણાંક મકાન સહિતના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૧૮-૦૮-૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતા કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment