ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

ગીર સોમનાથ,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ દેવોના દેવ મહાદેવ સોમનાથના દર્શને પધારેલ તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એજ્યુકેટીવ કમિટીના મેમ્બરો નિલેશભાઈ જોશી તેમજ સૌમિલભાઈ રાવલ પણ પધારેલ.

સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ હારૂનભાઈ ચોરવાડા, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ અને મહામંત્રી વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રેમભાઈ ગઢિયા, વેરાવળ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પી.એ. ખંજનભાઈ જોશી અને અન્ય સોશિયલ મીડિયાના હોદ્દેદારો હીતેષભાઈ સોલંકી, નરેશભાઈ ચાવડા અને હેમંતભાઈ ચૌહાણે વેરાવળ સોમનાથ પધારેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદેદારોની સૌજન્ય મુલાકાત લીધી હતી અને સોમનાથ મહાદેના દર્શનમાં સાથે જોડાયા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment