કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાણવડ      દેવભૂમિદ્વારકા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકોમાં મંત્રી એ વિકેન્દ્રિત તાલુકા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે ભાણવડ તાલુકામાં અંદાજિત ૧.૨૫ કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.   આ બેઠકમા ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ડાયબેન છૈંયા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે…

Read More

મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સરધારમાં યોજાયો પી.એમ. વિશ્વકર્મા કેમ્પ

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આજે રાજકોટના સરધાર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે કારીગરો ફોર્મ ભરવા ઉમટ્યા હતા. આ તકે મંત્રી ભાનુબહેને લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ પી.એમ. વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી, અને નાના નાના કારીગરોને સહાયરૂપ થવાના હેતુ સાથે આ યોજના શરૂ કરાવી હતી. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં કારીગરોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સતત…

Read More

મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને વીંછિયા તેમજ જસદણ તાલુકા આયોજન સમિતિની બેઠકો યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વીંછિયા તેમજ જસદણ તાલુકામાં બંને તાલુકાની આયોજન સમિતિની બેઠકો યોજાઇ હતી. આ બેઠકોમાં મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે બંને તાલુકામાં તાલુકાદીઠ અંદાજિત ૧.૨૭ કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીંછિયા તાલુકા આયોજન સમિતિની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન વાસાણી અને અશ્વિનભાઈ તલસાણીયા તેમજ અન્ય…

Read More

હાથસણી ખાતે તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હાથસણી ખાતે આવેલ બંને તળાવ ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે હાથસણી તળાવો ૧ અને ૨ની ની હાલની ક્ષમતા અનુક્રમે ૩.૫ ને ૧.૮ એમ.સી.એફ.ટી. છે, જે તળાવો ઊંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થયે અનુક્રમે ૫ અને ૩ એમ.સી.એફ.ટી. થશે.આ તળાવો ઉંડા થતાં હાથસણી ગામમાં પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઉંચા આવતા ખેડૂતોને તેમજ નાગરિકોને ફાયદો થશે. આ તકે મંત્રી એ ગામલોકો સાથે સંવાદ પણ કર્યો હતો અને સૌને આગામી સમયમાં…

Read More

મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષતામાં તાલુકા(કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ તાલુકા ગ્રામ્ય) અને શહેર ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તાલુકા(કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ તાલુકા ગ્રામ્ય) અને શહેર ફરિયાદ સંકલનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીના મત વિસ્તાર એવા રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી, લોધિકા, અને રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના તેમજ રાજકોટ શહેરના પદાધિકારીઓએ સૌની યોજનાના પાઇપલાઇનની વ્યવસ્થા કરાવવા, વાસ્મો યોજના, સિંચાઇ માટે નવા ડેમો બનાવવા તથા ડેમ રિપેરિંગ અને સર્વે કરાવવા, ઔદ્યોગિક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા, મેટોડા જીઆઈડીસીમાં ઘન કચરાનો નિકાલની વ્યવસ્થા માટે ટીપર વાન ફાળવવા, તાલુકાના…

Read More

મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજકોટના વોર્ડ-૧૧માં રૂ. ૨૮૭ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયું

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાના હસ્તે આજે રાજકોટમાં વોર્ડ ૧૧માં, રૂ. ૨૮૭ લાખના અંદાજિત ખર્ચના ચાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયાની અધ્યક્ષતામાં આજે મવડીમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મવડી વિસ્તારમાં આવેલા વોર્ડ-૧૧માં રૂપિયા રૂ. ૯૯ લાખના ખર્ચે જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રીંગ રોડ તરફના માર્ગનું રી કાર્પેટિંગના કામ, ઉપરાંત વોર્ડ નં-૧૧માં આવેલા સ્પીડવેલ ચોક રૂ.૮૨.૪૯ લાખના ખર્ચે ડેવલોપ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત વોર્ડ નં-૧૧માં ટીપી સ્કીમ…

Read More

શાળા સાપ્તાહિક પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદની પી.એમ ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર-૨૪ ખાતે શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સહિત વિવિધ યોજના અંગે કરાયાં માહિતગાર

હિન્દ ન્યુઝ, અમદાવાદ  બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી,જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ પી.આર.મેટાલિયાના માર્ગદર્શન હેઠળ શાળા સાપ્તાહિક પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદની પી.એમ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર-૨૪ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણાએ શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સંકટ સખી એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી કઈ રીતે ડાઉનલોડ કરવી અને તેના ઉપયોગ તેમજ પોસ્કો અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે ૧૮૧ના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, શી ટીમના કર્મચારીશ્રી સુરપાલભાઈ ગોહિલ, વિવિધ લક્ષી મહિલા…

Read More

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત – ગમત મહોત્સવ સમ્પન્ન થયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ    સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૨૭ થી ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતની કુલ ૧૫ યુનિવર્સિટીઓના કુલ ૩૬૫ કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલ વિવિધ રમતોમાં વિજેતા ટીમોને યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ભાગ લેનાર યુનિવર્સિટીના પ્રતિનિધીઓના પ્રતિભાવોમાં તેઓશ્રીએ જણાવ્યુ હતુ કે,…

Read More

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માર્ગ સલામતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,vઅમદાવાદ      ભારત સરકાર દ્વારા લોકોમાં માર્ગ સલામતી વિષે જાણકારી આવે તેમજ લોકો માર્ગ અકસ્માતથી બચે તે હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તારીખ ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત શાળાના બાળકોમાં પાયાના સ્તરેથી જ માર્ગ સલામતી વિશે જાણકારી મળે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તેવા ઉમદા હેતુથી નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેક્રરી, તાલુકો દાંતા ખાતે માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માર્ગ ઉપર પહોંચ્યા પહેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તે હેતુથી સ્ટોપ…

Read More

જિલ્લા પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન અંતર્ગત કામોની સમીક્ષા સહિત સંકલનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, અમદાવાદ       જિલ્લાના પ્રભારી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આયોજન મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં મળીને કામ કરીશું તો પરીણામ હકારત્મક મળે છે. મહેસાણા જિલ્લામાં સંકલનના કારણે જિલ્લાના વિવિધ એવોર્ડ મળ્યા છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે. પ્રભારી મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સત્વરે થવું જોઈએ.મંત્રી…

Read More