કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાણવડ

     દેવભૂમિદ્વારકા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકોમાં મંત્રી એ વિકેન્દ્રિત તાલુકા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે ભાણવડ તાલુકામાં અંદાજિત ૧.૨૫ કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

આ બેઠકમા ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ડાયબેન છૈંયા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે કરમટા, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment