હિન્દ ન્યુઝ,vઅમદાવાદ
ભારત સરકાર દ્વારા લોકોમાં માર્ગ સલામતી વિષે જાણકારી આવે તેમજ લોકો માર્ગ અકસ્માતથી બચે તે હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તારીખ ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત શાળાના બાળકોમાં પાયાના સ્તરેથી જ માર્ગ સલામતી વિશે જાણકારી મળે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તેવા ઉમદા હેતુથી નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેક્રરી, તાલુકો દાંતા ખાતે માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માર્ગ ઉપર પહોંચ્યા પહેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તે હેતુથી સ્ટોપ એક્સીડન્ટ બીફોર ટ્રાવેલોંગ ઓન રોડ, માર્ગ સલામતી અંગે બાળકોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને રોડ સાઇન, હેલ્મેટ, સીટબેલ્ટનું મહત્વ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડીગ, ઓવરલોડિંગ, વાહન ચલાવતા સમયે શું શું કાળજી રાખવી ? રોડ ક્રોસ કરતા સમયે શું શુ કાળજી રાખવી? વાહન ચલાવતા સમયે કયા કયા ડોક્યુમેન્ટ પાસે રાખવા જરૂરી છે વગેરે વિષયો પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી તથા સાપસીડીની રમત દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમકાર તરીકે સંસ્થાના પ્રોગ્રામ કોર્ડીનેટર અરવિંદભાઈ કાપડી, ભરતભાઈ રાઠોડ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેક્રરીના આચાર્ય , તમામ સ્ટાફ અને શાળાના બાળકોએ હાજર રહી બાળકોમાં ટ્રાફિક પ્રત્યે જાણકારી વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે હાજર તમામ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.