જિલ્લા પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન અંતર્ગત કામોની સમીક્ષા સહિત સંકલનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      જિલ્લાના પ્રભારી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આયોજન મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં મળીને કામ કરીશું તો પરીણામ હકારત્મક મળે છે. મહેસાણા જિલ્લામાં સંકલનના કારણે જિલ્લાના વિવિધ એવોર્ડ મળ્યા છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે. પ્રભારી મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સત્વરે થવું જોઈએ.મંત્રી એ ઉમેર્યું હતું કે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે આપણે બ્રિજ છીએ. તેમના પેન્ડીંગ પ્રશ્નોનો નિકાલ કરી સરકારની કામગીરી ઉજાગર થાય તે દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઇએ તેમ જણાવ્યું હતું મંત્રી એ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમતીભાઇ શાહ સતત રાષ્ટ્ર વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.છેલ્લા વર્ષોથી કાયદા તેમજ અનેક બાબતોમાં સુધારાને પગલે રાષ્ટ્ર વિકાસના નવા આયામ સર કરી રહ્યો છે તેમ જણાવી તેમણે જિલ્લાના વિકાસ માટે અધિકારીઓ, પદાધિકારીઓને પ્રતિબધ્ધ થવા અનુંરોધ કર્યો હતો.

જિલ્લાના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળ મહેસાણા જિલ્લા માટે વર્ષ 2024-25ના વર્ષમાં મળવાપાત્ર રકમ માટે નવીન આયોજન તથા કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધની બહાલી આપવી, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત મંજુર થયેલ કામો પૈકી થયેલ કામફેર કામોને તેમજ બચત રકમાંથી મંજુર થયેલ કામોની બહાલી આપવી, 2024-25ની વિવિધ જોગવાઇ હેઠળ નવા કામો મંજુર કરવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાના કામો મંજુર કરવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત અગાઉના વર્ષોના કામોની સમીક્ષા કરવી, સંસદ સભ્ય અને રાજસભાના સભ્યની ગ્રાન્ટના કમોની સમીક્ષા, જી.ઓ ટેગીંગ સોફ્ટવેર સહિત વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ ની વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગતની ૧૫% વિવેકાધીન,૫% પ્રોત્સાહક અને ખાસ પછાત વિસ્તારની જોગવાઇ હેઠળ ત્રણ તાલુકા-ઉંઝા, સતલાસણા અને ખેરાલુ તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઇ હેઠળ સાત નગરપાલિકા (વિજાપુર, વિસનગર, વડનગર, ઉંઝા, મહેસાણા, કડી, ખેરાલુ) દ્વારા આયોજન રજુ કરેલ જેને આજની બેઠકમાં વંચાણે લઇ મંજુર કરવાનુ નક્કી કરવામાં આવ્યું. તેમજ જે તાલુકાનું આયોજન બાકી રહેલ છે. તેમજ જે તાલુકાનું આયોજન બાકી રહેલ છે તેને દિન-7 માં મેળવી મંજુર કરવામાં આવશે. આજની મીટીંગમાં જુના વર્ષોના પ્રગતિ તથા શરૂ ના થયેલ તમામ કામોની કામવાર સમિક્ષા કરી તથા આ કામો સરકારશ્રી દ્વારા ઠરાવેલ સમય મર્યાદામાં પૂર્ણ કરી ખર્ચ કરવા તમામ અમલીકરણ અધિકારીને તાકિદ કરવામાં આવ્યા. આ ઉપરાંત સંકલનની બેઠકમાં ધારાસસભ્યઓ,સંસદ સભ્યો સહિત પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલ વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લાની વિકાસ ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પૂસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદી,જિલ્લા કલેકટર એમ.નાગરાજન, સાંસદશ્રી શારદાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વે મુકેશભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, સુખાજી ઠાકોર, સરદારભાઇ ચૌઘરી, કીરીટભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય રમણભાઇ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર એસ.સી સાવલિયા સહિત જિલ્લાના સંકલનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment