હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હાથસણી ખાતે આવેલ બંને તળાવ ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે હાથસણી તળાવો ૧ અને ૨ની ની હાલની ક્ષમતા અનુક્રમે ૩.૫ ને ૧.૮ એમ.સી.એફ.ટી. છે, જે તળાવો ઊંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થયે અનુક્રમે ૫ અને ૩ એમ.સી.એફ.ટી. થશે.આ તળાવો ઉંડા થતાં હાથસણી ગામમાં પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઉંચા આવતા ખેડૂતોને તેમજ નાગરિકોને ફાયદો થશે. આ તકે મંત્રી એ ગામલોકો સાથે સંવાદ પણ કર્યો હતો અને સૌને આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વીંછિયા માર્કેટિંગ યાર્ડ સામેના મેદાનમાં તા.૧૧ નાં યોજાનારા કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી અશ્વિનભાઈ સાંકળિયા અને પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, મામલતદાર આર. કે. પંચાલ, સિંચાઇ વિભાગના એક્ઝીક્યુટિવ ઇજનેર પી.બી. બાંભરોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એચ. શર્મા, ગામના આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.