મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને વીંછિયા તેમજ જસદણ તાલુકા આયોજન સમિતિની બેઠકો યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વીંછિયા તેમજ જસદણ તાલુકામાં બંને તાલુકાની આયોજન સમિતિની બેઠકો યોજાઇ હતી. આ બેઠકોમાં મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે બંને તાલુકામાં તાલુકાદીઠ અંદાજિત ૧.૨૭ કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીંછિયા તાલુકા આયોજન સમિતિની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન વાસાણી અને અશ્વિનભાઈ તલસાણીયા તેમજ અન્ય અગ્રણીઓ, તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર તેમજ વહીવટી તંત્રના સંબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં. જસદણ તાલુકા આયોજન સમિતિની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ વોરા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગંગાબેન મકવાણા, જિલ્લા પંચાયત સદસ્યઓ સર્વે મનસુખભાઈ સાકરીયા, શારદાબેન ધડુક, વિનુભાઈ મેણીયા, ખોડાભાઈ દુધરેજીયા તેમજ અન્ય અગ્રણીઓ, તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમા, મામલતદાર મિલન રાજ્યગુરૂ તેમજ વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment