શોએબ અખ્તરે કહ્યું- અમે શીખવા નહીં, જીતવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છીએ, બહાના કાઢવા ખોટા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ શીખવા નહીં, પરંતુ જીતવા ગઈ છે. બે ટેસ્ટની સીરિઝમાં બ્રિસ્બેન ખાતેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી અખ્તરે આ ટિપ્પણી કરી હતી. બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સથી હાર્યા પછી હેડ કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે કહ્યું હતું કે, ટીમને આ પ્રવાસ પર ઘણું શીખવા મળશે. આના જવાબમાં અખ્તરે કહ્યું કે- બહાના કાઢવા ખોટા છે.

ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો
કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં અખ્તરે મીડિયાને કહ્યું કે, જયારે કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય છે તો જીતવા માટે જાય છે. એવું કહેવું કે અમે ત્યાં શીખવા ગયા છીએ તે ખોટું છે. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, પહેલી ટેસ્ટમાં અંતિમ 11ની પસંદગી કઈ રીતે થઇ તે મને ખબર પડતી નથી. મોહમ્મદ અબ્બાસ જેવા અનુભવી અને સફળ બોલરને ન રમાડવો ખોટું હતું.

Related posts

Leave a Comment