મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ

નારિ સંમેલનો અને શિબિર થકી મહિલાઓમાં સ્વનિર્ભરતા અને આત્મરક્ષણ માટે જાગૃતિ કેળવાઇ છેઃ સાંસદ વિનોદભાઇ ચાવડા

મોરબી
ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સયુંકત ઉપક્રમે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નિમિતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ હતી.
નારિ સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સાસંદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, સમયાંતરે આવી શિબિર અને મહિલા સમેલનો થકી મહિલાઓ સ્વનિર્ભર થાય, રક્ષણ માટે જાગૃત બને, સરકારની યોજનાઓની જાણકારી મેળવી લાભ લે તે આ સરકારનો ઉદ્દેશ છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઇ મિશન મંગલમ યોજના અને સખી મંડળોની સ્થાપનાથી મહિલાઓ પગભર થઇ છે. શિબિરમાં મળેલ માહિતી નીચલા સ્તર સુધી લઇ જઇ માર્ગદર્શક બનવા પણ આ તકે તેઓએ અપીલ કરી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એણ. ખટાણાએ રાજય સરકારે મહિલાઓના હક માટે આયોગની રચના કરી હોવાનું જણાવી આ શિબિર મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલાઓ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવો ઉદ્દેશ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્યશ્રી કાંતીભાઇ અમૃતિયાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા બહેનો કેમ આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રમત-ગમતમાં બહેનો આગળ આવે, વ્યસ્ન મુકિત તરફ જાગૃતિ ફેલાવે તે માટે અપીલ કરી હતી.
જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી રેખાબેન એરવાડીયા જણાવ્યું હતું કે મહિલાઓ જાગૃતિ થઇ યોજનાની માહિતી મેળવી લાભ લે અને દિકારીઓને તેમના સ્વપ્ન સાકાર કરવા આઝાદી આપી તેમજ દિકારીને ભણાવો અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા વધુમાં જણાવ્યું હતું.
સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયાએ જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા વિભાગ હેઠળ દિવ્યાંગોની મફત પાસની સુવિધા, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન-સહાય યોજના, પાલક માતા-પિતા યોજના અંગેની માહિતી આપી હતી.માતૃભૂમી વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણીએ પર્યાવરણ જાગૃતિ અંગેની માહિતી આપી. હતી. કાર્યક્રમનું સંચાલન રંજનબેન મકવાણાએ કર્યુ હતું.

Related posts

Leave a Comment