રાધનપુર ખાતે ત્રણ પોલિસ સ્ટેશન મા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો

રાધનપુર,

રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન માં અલગ અલગ જગ્યાએથી પકડાયેલ દારૂનો જથ્થો જેમાં વારાહી પોલીસ સ્ટેશન, સાંતલપુર પોલીસ સ્ટેશન માંથી કુલ 101481 બોટલો જેની કુલ કિંમત 16791861 રૂ. છે તેમજ રાધનપુર પોલીસ સ્ટેશન માં પકડાયેલ દારૂ ની બોટલો 46999 જેની કુલ કિંમત 5116222 રૂ. છે. આ તમામ પકડાયેલ દારૂ ના નો જથ્થો વર્ષ 18/19/20 નો હતો. સાંતલપુર ખાતે ત્રણેય પોલીસ સ્ટેશનમાનો આ તમામ દારૂનો જથ્થાને ભેગા કરી રાધનપુરનાં ચામુંડા માતાજીનાં મંદિર આગળ, મેહસાણા રોડ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : ભગીરથસિંહ જાડેજા 

Related posts

Leave a Comment