મહિસાગર જિલ્લામાં ૭ મી આર્થિક ગણતરી ની કામગીરી નો CSC અને જિલ્લા આંકડા વિભાગ દ્વારા પ્રારંભ

ભારત સરકાર ના Ministry Of Statistics And Programme દ્વારા સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં તારીખ ૧૫/૧/૨૦ ના રોજ માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. જિલ્લા માં ૨૪૦૦ થી વધુ ગણતરીદારો અને ૩૦૦ થી વધુ સુપરવાઈઝરશ્રી મોબાઇલ એપ્લિકેશના ઉપયોગથી માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે દેશમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગણતરી કરવામાં આવશે

આ આર્થિક ગણતરી ના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝન ની કામગીરી ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર (CSC) ને સોંપાઈ છે.

આ ગણતરી દરમિયાન તમામ ઘરની રૂબરૂ મુલાકાત લઇ ઘર ની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓ ની માહિતી એકત્ર કરવામાં આવશે 30 june 2020 સુધીમાં સર્વે તેમજ 30 સપ્ટેમ્બર સુધી ડેટા એકત્રીકરણ ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

આર્થિક ગણતરી બાદ આ માહિતીને નિયામક રીતે અદ્યતન કરતા નેશનલ બિઝનેસ રજીસ્ટર તૈયાર કરવાનું પણ આયોજન છે

Related posts

Leave a Comment