જૂનાગઢ સાંસદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

    જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત હોલીડે કેમ્પ બીચ ચોપાટી લક્ષી ૪.૭૦ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ચોરવાડ નગરપાલિકા દ્વારા શહેરી સુખાકારી માટે વિકાસ કાર્યો પૂર્ણ કરાતા લોકાર્પણ તેમજ નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આવાસ યોજનાના 151 લાભાર્થીઓને પ્રમાણપત્ર નાયક કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.૬૦૪ લાખ ના ખર્ચે આવાસ યોજના કાર્યરત કરવામાં આવી છે.૧૫૦ લાખના ખર્ચે ચોરવાડમાં જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર એક થી છ માં સીસી રોડ અને પેવર બ્લોકનું 140 લાખના ખર્ચે લોકાર્પણ તેમજ 95 લાખના ખર્ચે સીટી લાઈટનું અને 80 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બગીચો ઉપરાંત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ સહિતના વિકાસ કાર્યોના સમારોહમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ચોરવાડમાં વિકાસના પ્રોજેક્ટસ અંગેની માહિતી આપી હતી.

સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે ચોરવાડમાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે તે માટે પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તીર્થ અને પ્રવાસન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે રોજગારીનું પણ સર્જન થાય છે.

સાંસદએ ચોરવાડના વિકાસ માટે આગેવાનોએ જોયેલા સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું.

માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ રાજ્ય સરકાર દ્વારા ચોરવાડ સહિત સમગ્ર દરિયાકાંઠે પ્રવાસન લક્ષી વિકાસ કાર્યોની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન, પૂર્વ ધારાસભ્ય રાજશી ભાઈ જોટવા માધાભાઈ બોરીચા સહિતના આગેવાનો અને ચોરવાડના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment