હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
બાગાયત ખાતા દ્વારા રાજ્યભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. જેમાં મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા (સ્ટાઈપેન્ડ) ચૂકવવામાં આવશે. આ તાલીમનું આયોજન ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ માટે પણ કરાયું છે. જેમાં અંતે પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ તાલીમનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ -ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ તા.૨૦/૦૫/૨૦૨૬ થી ૨૦ દિવસ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
આ તાલીમનો લાભ લેવા ઇચ્છૂક ૧૮ થી ૫૮ વર્ષની ઉંમરના જિલ્લાની બહેનોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને તથા ફોર્મ ભરીને તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. આ નકલ મંજૂરી આપવામાં આવે ત્યારબાદ મંજૂરી મુજબ નિયત સમયમર્યાદામા અરજીની સહી વાળી નકલ સાથે મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવો સાથે તાલીમ માટે દરખાસ્ત રજૂ કરવાની રહેશે.
જરુરી સાધનિક કાગળો સહિત વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં-૦૨૮૭૬ ૨૪૦૩૩૦ વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
