હિન્દ ન્યુઝ, વેરાવળ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વેરાવળમાં નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વેરાવળ ખાતે કરમચંદ બાપા ચોકની પાસે આવેલા નગરપાલિકા ગાર્ડનમાં તા. ૩૦-૦૫-૨૦૨૬ સુધી સવારે ૭ થી ૯ દરમિયાન સમર કેમ્પનું આયોજન કરાયું છે.
