ભાવનગર જીલ્લામા કાર્યરત મનરેગા યોજના હેઠળ અમલીકરણની કામગીરી બાબતે લોકપાલને રજૂઆત કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારત સરકાર ના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત અમલીકરણ થતી એમ.જી.નરેગા યોજના હેઠળ ફરિયાદોના નિકાલ માટે સરકાર એ રાજ્યના દરેક જીલ્લામાં લોકપાલ તરીકે નિમણુક કરી છે. ભાવનગર જીલ્લાના લોકપાલ (મનરેગા) તરીકે શ્રી દેવેનકુમાર ભટ્ટ ની નિમણુક કરવામાં આવી છે. અને જેઓ ને મનરેગા યોજના હેઠળ ના કામો અંતર્ગત કોઈ પણ પ્રકાર ની ફરિયાદ હોય તે લોકપાલ ની કચેરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બીજો માળ, ઇન્કમટેક્ષ ઓફીસ પાસે, મોતીબાગ, ભાવનગર ના સરનામે રૂબરૂ અથવા લેખિતમા અથવા મોબાઈલ નંબર :- ૯૦૯૯૯૭૪૭૬૭ ઉપર ફરિયાદ/રજુઆત કરી શકાશે.

ગ્રામ્ય વિસ્તારમા નરેગા યોજના હેઠળ રોજગારી પ્રાપ્ત કરવી, જોબકાર્ડ ઇસ્યુ કરવા, કામની માંગ, વેતનની ચુકવણી, કામની ગુણવત્તા, કાર્ય સ્થળની સુવિધાઓ, તેમજ કોઈ દુરવ્યવહાર, ગેરરીતી, વગેરે સબંધીત લેખિત રજૂઆત કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને રોજગારી મળે, ન્યાય અને સંતોષ મળે તે હેતુ થી સરકાર દ્વારા આ પ્રમાણે ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment