હિન્દ ન્યુઝ, થરાદ
જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય, એસ.એમ.વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.એસ.દેસાઈ, પો.ઈન્સ. થરાદ પો.સ્ટે.નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.સ્ટાફના માણસોને સૂચના આપેલ કે, આજથી સાડા આઠેક માસ અગાઉ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી ટ્રકમાં ગે.કા.દારૂની હેરાફેરી કરતા પકડાયેલ આરોપી સામે જરૂરી વિગતો મેળવી એલ.સી.બી. પાલનપુરનાઓ પાસા દરખાસ્તો તૈયાર કરેલ જેની પાસા દરખાસ્ત મંજૂર થયેલ હોઈ અને સદરું આરોપીને પકડવાનો બાકી હોઈ જે આરોપી હાલમાં થરાદ ટાઉનમાં હોવાની હકીકત હોઈ જે અન્વયે ઉપરોક્ત પાસા અટકાયતી ખરતારામ સ/ઓ પુરખારામ જાટ(ગોદારા) રહે.અમરાપુર, ભાટીયાળી નાડી, તા.સીણધરી, જિલ્લા, બાડમેર(રાજસ્થાન) પડી પાડી જીલ્લા જેલ જામનગર ખાતે કેદ રહેવા હુકમ આધારે કેદ રેહવા સારૂ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ દિલીપભાઈ, હેડ.કોન્સ., થરાદ માનસંગભાઈ,પો.કોન્સ., થરાદ હરિસિંહ,પો.કોન્સ.,થરાદ નૈપાલસિંહ, પો.કોન્સ.
રિપોર્ટર : જવનસિંહ રાજપૂત, થરાદ