એન.એસ.એસ. ખાસ શિબિરનો ઉદ્ઘાટન તા. 7 જાન્યુઆરી 2023 ના શનિવાર રોજ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના એન. એસ. એસ. વિભાગના બંને યુનિટના કુલ 110 સ્વયંસેવકોનો થરાદ તાલુકાના લુણાલ ગામના નકળંગ ધામના મંદિરે ખાસ વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારંભ આજરોજ શનિવારે યોજાયો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે થરાદ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા તથા મુખ્ય મહેમાન તરીકે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ, થરાદ તાલુકાના દોલતપુરાના પશુચિકિત્સક હીરાભાઈ, લુણાલ ગામના સરપંચ હિરજીભાઈ, ડેરી મંત્રી હેમજીભાઈ અને લુણાલ પ્રા. શાળાના આચાર્ય વિષ્ણુભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆત એન.એસ.એસ. વિભાગની બહેનોએ પ્રાર્થનાથી કરી. ત્યારબાદ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બહેનોએ સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું કર્યું હતું. તમામ અતિથિઓને સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું. તમામ અતિથિઓના શાબ્દિક પરિચય અને સ્વાગત સરકારી વિનયન અને વાણિજય કોલેજ થરાદના યુવાન આચાર્ય શ્રી ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. અતિથિઓના બે બોલમાં દરેક વ્યક્તિએ લુણાલમાં આવેલા નકળંગ ધામનો મહિમા તો કહ્યું જ પણ સાથે સાથે એન. એસ. એસ. વિભાગ દ્વારા કરવામાં આવતી રાષ્ટ્ર સેવા વિશે પણ વાત કરી હતી. એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર મુકેશ રબારીએ આગામી દિવસોમાં લુણાલ ગામમાં કોલેજના એન. એસ. એસ. યુનિટ દ્વારા કરવામાં આવનારી કામગીરીની રૂપરેખા વિશે વિસ્તૃત વાત કરી હતી. કોલેજના સિનિયર અધ્યાપક ડૉ.જે.સી. ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને સેવાભાવના માટેની પ્રેરણા આપતું વક્તવ્ય આપ્યું હતું. થરાદ તાલુકા પી.આઇ. દેસાઈ દ્વારા પોલીસ દ્વારા જનતા માટે ચલાવવામાં આવતા વિવિધ પ્રોગ્રામ વિશે વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્વરૂપે પધારેલા નાયબ પોલીસ અધિક્ષક વારોતરીયા સાહેબે રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર સેવા ખૂબ જરૂરી છે તેવી વાત કરતી પ્રશ્નોત્તરી સાથેની અને વિવિધ કેસોમાં થતી રાષ્ટ્રને આડઅસર વિશેની રસપ્રદ વાત કરી હતી. અને અંતે આભાર વિધિ અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ચિરાગ શર્મા દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકલાડીલા ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અશોક વાઘેલાએ કર્યું હતું. દ્રશ્યશ્રાવ્ય વિભાગના કે.કે. કટારીયા તથા કોલેજના સેવક મિત્રોએ અગત્યની ભૂમિકા ભજવી વિનયન અને વાણિજ્ય કોલેજ ની ભગીની સંસ્થા એવી વિજ્ઞાન કોલેજના તમામ અધ્યાપકો અને સેવક મિત્રો પણ આ તકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સરાહનીય કામગીરી કરી હતી. કાર્યક્રમને અંતે બંને એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ભાવિક ચાવડા અને મુકેશ રબારીને ગ્રામ લોકો દ્વારા યોગ્ય સાથ સહકાર મળી રહેશે એવી હૈયા ધારણા આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : જનવસિંહ રાજપૂત, થરાદ

Related posts

Leave a Comment