ભાલકા ખાતે વૃંદાવન શાળામાં નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ભાલકા ખાતે વૃંદાવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નાણાકિય બાબતો તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજણ મળી રહે તેવા હેતુસર લીડ બેંક એસબીઆઈ વેરાવળ દ્વારા નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૭૦ કરતા વધારે વિદ્યાર્થીઓને નાણાકિય બાબતો વિશેની જાણકારી તેમજ આર્થિક બાબતો સાથે સંકળાયેલા વિવિધ સ્કેમથી કઈ રીતે બચવું તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

 

એસબીઆઈ દ્વારા સરકારની પી.એમ.એસ.બી.વાય, પી.એમ.જે.બી.વાય. એ.પી. વાય જેવી સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. ઉપરાંત ડિજિટલ ભારતની વિભાવના સાકાર કરવા પેટીએમ, ગૂગલ પે, ભીમ પે વગેરે એપ્લિકેશનની માહિતી અપાઈ હતી. 

વધુમાં “કરો યોગ્ય શરૂઆત, બનો ફાઈનાન્શ્યલી સ્માર્ટ” અંતર્ગત બેંકની નાણાકિય લેવડ-દેવડ વિશે વિસ્તૃત સમજ અને બેંકના દરેક ખાતામાં વારસદાર રાખવા, બેંકમાં વિવિધ બચત યોજનાઓમાં પણ રોકાણ કરવા અંગે, વધુ અભ્યાસ માટે બેંકમાંથી એજ્યુકેશન લોન વિશે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી અને ફિશિંગ લિંક, સ્કેમ વગેરેની માહિતી આપી એટીએમનો ઉપયોગ સતર્કતાથી કરવો અને પિનની માહિતી જાહેર ન કરવી અને ઓ.ટી.પી/ પાન/આધાર કાર્ડ વગેરેના નંબર ગોપનીય રાખવા જેવી ઉપયોગી માહિતી અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી કુલદિપભાઈ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment