વેરાવળ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સ માટે એન.ટી.ઈ.પી સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર ગીર સોમનાથ દ્વારા નેશનલ ટ્યૂબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઈ.પી) અંતર્ગત હોટલ દક્ષ ખાતે આઈએમએ-સીએમઈ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ટીબી નાબૂદી તેમજ પાણીજન્ય રોગચાળો પ્રસરાતો અટકાવવા પી અને એલ ફોર્મ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ટીબી નિર્મૂલન અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડૉક્ટર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

આ સેમિનારમાં ‘ટીબી મુક્ત ભારત’ના લક્ષ્યને કેન્દ્રમાં રાખતાં વર્ષ ૨૦૧૭-૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદી અંગે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન, ટીબીના છૂપા કેસ શોધવા, ટીબી ડાયગ્નોસ્ટિક ટૂલ, કોમ્યુનિટીમાં ટીબીના કેસની ઓળખ, ટીબીના લક્ષણો, ડેથ રેશિયો ઘટાડવા, ટીબીની સારવારમાં અદ્યતન ટેક્નોલોજી તેમજ દવાઓના ઉપયોગ વિશે તેમજ રોગચાળા અટકાવવાના ઉપાયો વિશે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાને ટીબી મુક્ત બનાવવા પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સનો સહયોગ અનિવાર્ય છે એવું ડૉ શિતલ રામે જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ટીબીને વધુ પ્રસરતો રોકવા અંગે ‘શોધો, સારવાર કરો, રોકો’ના સૂત્રને અનુસરવા તેમજ ટીબીના દર્દી મળી આવે તો તેને નજીકના સારવાર કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર આપી વધુ ટીબી ન ફેલાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે, જૂનાગઢ એમ.ઓ.ડી.ટી.સી ડૉ.કૌશલ નિમાવત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.બરૂઆ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.એસ.રૉય, સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર, આર.એમ.ઓ નારિયા, આઇએમએ પ્રેસિડન્ટ ડૉ.રવિ શામળા, ડૉ.દિલિપ ચોચા સહિત ગીર સોમનાથ જિલ્લાના ડૉક્ટર્સ, પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સ, લેબ ટેક્નિશિયન્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment