સમુદ્રી કાચબાને બચાવવા માટે એમપેડા દ્વારા વિશેષ કામગીરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     NOAA ફિશરીઝ યુએસએ અને ICAR-CIFTના નિષ્ણાતોના સહયોગથી MPEDA દ્વારા ભારતમાં TED (કાચબા છટક બારી) બનાવવાની ક્ષેત્ર પ્રદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 દરમિયાન, MPEDAએ ભારતીય સમુદ્રના પાણીમાં TED પ્રદર્શનને સંવેદનશીલ બનાવવા વેરાવળ, મુંબઈ અને વિઝાગ સહિત દરિયાઈ રાજ્યોમાં ત્રણ TED વર્કશોપ યોજ્યા હતા.

યુએસ NOAA ફિશરીઝ નિષ્ણાતો અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના અધિકારીઓએ ભારતમાં TED (કાચબા છટક બારી) બનાવવાની અને સમુદ્રમાં ઉપયોગ પર 19 થી 25 ફેબ્રુઆરી 2024 દરમિયાન CIFT કોચી ખાતે સ્ટેકહોલ્ડર વર્કશોપ યોજવા માટે ભારતની મુલાકાત લીધી હતી.

યુએસ પબ્લિક લો 101-162 અને રાષ્ટ્રીય ઓશનિક એટ મોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) સ્પષ્ટીકરણો મુજબ ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED)નો ભારતમાં યાંત્રિક ટ્રોલર્સમાં ઉપયોગ કરવામાં આવતો નથી. એમપેડાએ TED ને સંશોધિત કરવા માટે ICAR-CIFT ને પ્રોજેક્ટ સોંપીને મુદ્દાને ઉકેલવા પગલાં લીધાં છે. CIFTએ NOAA સ્પષ્ટીકરણો અનુસાર TED (કાચબા છટક બારી)માં ફેરફાર કર્યો છે અને ફીલ્ડમાં ટ્રાયલ માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

 US National Oceanic and Atmospheric Administration (NOAA) ના અધિકારીઓએ ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસીસ (TEDs) ની ફેબ્રિકેશન, પરિમાણો, બાર સ્પેસિંગ અને ટીઆઈજી વેલ્ડીંગની જરૂરિયાતો પર વર્કશોપમાં ટેકનિકલ તાલીમ આપી હતી. જે પછી કોચીનના દરિયાકાંઠે કોમર્શિયલ ટ્રોલરમાં પ્રદર્શન(ડેમોન્સ્ટ્રેશન) દર્શાવવામાં આવ્યું હતું. ભારતના તમામ દરિયાકાંઠાના રાજ્યોમાંથી માછીમારી બોટ માલિકોનાપ્રતિનિધિઓ, મત્સ્યવિભાગના નોડલ અધિકારીઓએ કોચીના દરિયાકાંઠે આયોજિત ક્ષેત્રીય પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. આ પ્રશિક્ષિત ટ્રેનરો માછીમારોને શિક્ષિત કરશે.

Related posts

Leave a Comment