નિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલીફાએ સોહારવર્દી રહેમતુલ્લાહ અલયહે નો 22 મો શાનદાર ઉર્ષની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ 

          નિકાવા મુકામે તા:17/05/2023 ને બુધવાર ના રોજ વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલીફાએ સોહારવર્દી રહેમતુલ્લાહ અલયહે નો 22 મો શાનદાર ઉર્ષ ઉજવવામા આવ્યો. જેમાં સવાર થી જ 11:30 એ રોટ ત્યારબાદ બપોર 4:30 એ સંદલ મુબારક નુ જુલુસ અને સાંજે મગરીબ બાદ ન્યાજ તકસિમ કરવામાં આવી. ત્યારબા ઈશા નમાજ બાદ મિલાદ શરીફ. મિલાદ પુરી થયા બાદ કાદરી ગ્રુપ ના નાતખવા દ્વારા જોરદાર નાતશરીફ પઢવા માં આવી. આ નાતશરીફ નો પ્રોગ્રામ પત્યા બાદ તરત જ હજરત અલ્લામા મૌલાના “મુફ્તી ગુલ્ફામ રઝા રામપુરી” એ એમની જોશીલી તકરીર ફરમાવી હતી. આમ સવાર થી લઇ ને મોડી રાત સૂધી ઉર્ષ ઉજવવા માં આવ્યો. આ ઉર્ષની ઉજવણી માટે ઉર્ષ કમિટીના પ્રમુખ ઈમ્તિયાઝ ઈસાભાઈ દોઢિયા, ઉપ પ્રમુખ આરીફભાઇ કૈડા, ઉર્ષ કમિટીના તમામ સભ્યો, સુન્ની સુમરા જમાતના પ્રમુખ સાહિદભાઈ નકાણી, સુન્ની સુમરા જમાત ના સભ્યો તેમજ મુસ્લિમ સમાજ ના સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.સાથે સાથે નિકાવાના અને આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટ શહેર ના મુસ્લિમ સમાજ ના આગેવાનો એ પણ હાજરી આપી હતી.

           આ ઉર્ષમાં નિકાવાના રાજકીય આગેવાનો માજી ધારાસભ્ય પ્રવીણભાઈ મૂસળીયા, હાલના વિરોધ પક્ષના નેતા જે.પી. મારવીયા, થોભણભાઈ ટોયટા, નિકાવા ગ્રામ પંચાયત ના સદસ્યો તેમજ સર્વે હિન્દૂ-મુસ્લિમ ધર્મપ્રેમી ગ્રામજનો એ હાજરી આપી હતી. તેમજ કમિટી ના પ્રમુખ ઈમ્તિયાઝભાઈ ના સર્વે મિત્ર-મંડળ એ હાજરી આપી હતી. જે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો એ સ્ટાફ એ પણ સારી એવી એમની ફરજ નિભાવી આમ હજરત હાજી કાસમ દાદા ખલીફાએ સોહારવર્દી રહેમતુલ્લાહ અલયહે નો 22 મો શાનદાર ઉર્ષ જોર-સોર થી ઉજવવામા આવ્યો.

રિપોર્ટર : યાસીન દોઢીયા, નિકાવા 

Related posts

Leave a Comment