વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ તાપી જિલ્લાને દિવાળી પુર્વે આપી રૂ.૨૧૯૨ કરોડથી વધુના જનહિતલક્ષી પ્રક્લ્પોની ભેટ

હિન્દ ન્યુઝ, તાપી   

      વડાપ્રધાન એ ગુજરાતમા ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી, ગુજરાતના આદિવાસી પ્રદેશના વિકાસ સાથે આદિવાસી જનજીવનમા બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમા મૂકવામા આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી, છેલ્લા ૨૦ વર્ષમા ગુજરાતમા આવેલા વિકાસલક્ષી બદલાવ, અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતુ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક અપરંપાર માનવ મહેરામણના આશિર્વાદ અહી મળ્યા છે તેમ જણાવી, સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રજાજનોના આશિર્વાદ અને વિશ્વાસથી ડબલ એંજિન સરકારને નવી પ્રેરણા, ઊર્જા, સામર્થ્ય, અને સંઘર્ષ કરવાની શક્તિ મળી છે. આદિવાસી સમાજની અવગણના કરનારી ભૂતકાળની સરકારે જે અન્યાયો કર્યા છે તેને નરેન્દ્રભાઈ  અને ભુપેંદ્ર્ભાઇની ડબલ એંજિન સરકારે સબકા સાથ, સબકા પ્રયાસ અને સબકા વિકાસના મંત્રને મુર્તિમંત કરી આદિવાસી સમાજના ઉત્કર્ષનો નવો માર્ગ ડબલ ઇચ્છાશક્તિથી કંડાર્યો છે. આદિવાસી જીવન ધોરણ સરળ કરવાની દિશામા અન્યાય કરતા કાયદાઓમા સુધારા કરી, તેમનુ જીવન ધોરણ સરળ કરવામા સિમાચિન્હરૂપ કામગુરી કરી છે. સાથે સોનાની લગડી સમાન આયુષ્યમાન કાર્ડની ભેટ ગરીબ વર્ગને આપી છે. આદિવાસી ક્ષેત્રોમા કુપોષણની સમસ્યાના કાયમી નિવારણ માટે દુધ સંજિવની યોજના, ફોર્ટીફાઇડ અનાજ વિતરણ, સ્વાસ્થ્ય કેંદ્રોની સેવાઓ માટેની સુદ્રઢ નીતિઓ અમલી બનાવી છે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

       કોરોના મહામારી સમયથી દેશના ૮૦ કરોડ લોકોને રૂ.૩ લાખ કરોડના ખર્ચે અઢી વર્ષ સુધી મફત અનાજ આપવા સાથે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામા મફત ગેસ જોડાણ, એક્લવ્ય મોડેલ સ્કૂલો અને આદિવાસી ક્ષેત્રમા વૈશ્વિક સુવિધાઓ ધરાવતી ૪૦૦૦ જેટલી મિશન સ્કૂલ ઓફ એક્સલંસ, વિજ્ઞાન શાળાઓ અને કોલેજો, વાડી યોજના, હર ઘર નલ અને નલ સે જલ યોજના, સિંચાઇ સુવિધા, આવાસ, જમીનના હક્કો જેવા કાર્યોએ આદિવાસી સમાજની ભાવી પેઢીને સમ્રુદ્ધિની દિશામા માર્ગ કંડારી આપ્યો છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. પાછલા વીસ વીસ વર્ષોથી વિકાસથી વંચિત રખાયેલા આદિવાસી ક્ષેત્રમા સેંક્ડો કરોડો રૂપિયાના વિકાસના નવા પ્રકલ્પોના નિર્માણ સાથે આ વિસ્તારમા પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ સર્જન થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ. આદિવાસી સમાજના વડિલોએ વેઠેલી મુશ્કેલીઓ નવી પેઢિના સંતાનોએ ના ભોગવવી પડે તે માટે ડબલ એંજિન સરકાર નક્કર આયોજન સાથે આગળ વધી રહી છે, તેમ જણાવતા પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજના લોકોને ચુંટણી ટાણે ખોટા વાયદાઓ કરીને ગુમરાહ કરતા લોકોને પ્રજા સારી પેઠે ઓળખે છે તેમ ઉમેર્યુ હતુ. આદિવાસી કલ્યાણને સમર્પિત સરકારે આદિવાસી માતાપિતાના સંતાન એવા ગુજરાતના આદિવાસી નેતા મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવાનો મોકો આપવા સાથે, આદિવાસી પરિવારની દિકરીને પણ રાષ્ટ્રપતિ પદે આરૂઢ કર્યા છે તેમ જણાવ્યુ હતુ. વડાપ્રધાનએ આદિવાસી સમાજને ગૌરવ અપાવનારા આઝાદીના લડવૈયાઓના સાહસ અને બલિદાનની ચિર:સ્મૃતિના સંગ્રહાલયો ભાવિ પેઢિને પ્રેરણા આપતા રહેશે.

       આદિવાસીઓના ગૌરવને વધુ ગરિમામય બનાવવા ૧૫મી નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજ્વવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આદિવાસી કલ્યાણ મંત્રાલય બાબતે પણ વડાપ્રધાન નરેંદ્ર્ભાઇ મોદીએ વધુ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બહૂલ વિસ્તારોમા દિવાળી પૂર્વે જ વિકાસનો ઉન્નત ઉજાશ પથરાયો છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભુપેંદ્રભાઇ પટેલે પ્રકૃતિ-સંસ્કૃતિ અને પ્રગતિને વરેલી ડબલ એંજિન સરકારે વડાપ્રધાન  નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ ના માધ્યમથી પાયાકિય સુવિધાઓ ઉભી કરીને આ વિસ્તારોની કાયાપલટ કરી છે તેમ જણાવ્યુ હતુ. દેશની આઝાદીના અમૃત કાળમા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રોજગાર, પ્રવાસન, પાણી, વીજળી, સિંચાઇ સાથે અમૃત સરોવરોના નિર્માણ થકી આ વિસ્તારમા વિકાસનો અચો અમૃતકાળ સાબિત થશે તેમ પણ જણાવ્યુ હતુ. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનએ આદિવાસી બંધુઓને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડી સર્વ સમાવેશક સમાજના વિકાસનુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ તેમ ગુણસદા ખાતે ભારપૂર્વક જણાવ્યુ હતુ. વડાપ્રધાનના માર્ગદર્શનમા વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ થકી આ દીપાવલી પર્વમા વનબંધુઓના ઘરોમા વિકાસના દીવડા પ્રજ્વલિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનુ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમા ૧૦૨ મોડેલ અને રેસિડેન્શીયલ શાળાઓ તથા આદિજાતિ યુવાનોના કૌશલ્યવર્ધનથી તેઓ આત્મનિર્ભર બન્યા છે. ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમા રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્કના નિર્માણ થકી આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એમ પણ તેમણે જણાવ્યુ હતુ. આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યુ કે, રૂ.૨૧૯૨ કરોડના માતબર વિકાસ કાર્યોએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાને સતત વિકાસના પ્રવાહમા જોડવાની વધુ એક કડી છે. એકલવ્ય સ્કૂલમા પ્રત્યેક બાળક પાછળ રૂ.૧.૦૯ લાખનો ખર્ચ કરી રાજ્ય સરકાર તેના સર્વાંગી અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની કાળજી લઈ રહી છે. વનબંધુ કલ્યાણ યોજનાના માતબર બજેટને કારણે તમામ આદિવાસી વિસ્તારોમા શહેર સમકક્ષ વિકાસ શક્ય બન્યો છે, એમ જણાવતા મંત્રીએ રાજ્ય સરકારની વિકાસનીતિ અને જનહિતના નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી. આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમા રોડ, રસ્તાઓ, વીજળી, સિંચાઈ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

     સાપુતારા અને એકતાનગરને જોડતો હાઈવે કોરિડોર પ્રોજેક્ટ દિવાળી પર્વ પહેલા દક્ષિણ ગુજરાતને મોટી ભેટ સમાન છે. જે પ્રવાસનના વિકાસની પથરેખા સાબિત થશે. ગરીબ અને આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના સર્વોચ્ચ હોદ્દા પર સ્થાન આપીને દેશના આદિવાસી બંધુઓનુ દિલ જીતી લીધુ છે એમ તેમણે ઉમેર્યું હતુ. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ  મંગુભાઈ પટેલ, નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ  સી.આર.પાટીલ, સાંસદ સર્વ ડો.કે.સી.પટેલ, મનસુખભાઈ વસાવા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, મોહનભાઈ ઢોડિયા, વિજયભાઈ પટેલ, પુનાજીભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત અને સોનગઢ નગરપાલિકા પ્રમુખ  ટપુભાઈ ભરવાડ, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી  ડી.ડી.કાપડીયા, પોલિસ અધિક્ષક  રાહુલ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન  માનસિંહ પટેલ, તાપી જિલ્લા ભાજપા પ્રમુખ ડો.જયરામભાઇ ગામીત,સુરત જિલ્લા ભાજપ પ્રમુખ  સંદિપ દેસાઈ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જંગી જનમેદની ઉપસ્થિત રહી હતી. પ્રધાનમંત્રીના તાપી જિલ્લાના કાર્યક્રમની સાથે સાથે વિશ્વાસ થી વિકાસ ગુણસદાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન  નરેંદ્રભાઇ મોદી દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા, અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લામાથી પસાર થતા કોરિડોરની રૂ.૧૬૬૯.૮૦ કરોડની કામગીરીનો શુભારંભ સાથે, આ કોરિડોર પૈકીના ફેઝ-૧ હેઠળના કુલ ૯૨.૫૦ કીલોમીટર લંબાઇના રૂ.૨૧૯.૧૭ કરોડના ૬ માર્ગોને ૧૦ મિટર પહોળા કરવાની કામગીરીનુ ખાતમુહુર્ત કરાયુ છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, અને નર્મદા જિલ્લાને લાભાંવિત કરતા, અને સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડત આ રોડને પહોળો કરીને, જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરીનો તાપી જિલ્લાના ગુણસદા ખાતેથી શુભારંભ થતા, આવનારા દિવસોમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો પ્રાપ્ત થવા સાથે સ્થાનિક રોજગારીમા વધારો થશે.

    સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામા 92 કિલોમીટર લંબાઇ પર કામગીરી કરવામા આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યાર બાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી શકશે. સાથે સ્થાનિક સ્તરે રોજગારીમા વધારો થવા ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથેનો સંપર્ક પણ વધશે. આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.૩૦૨.૪૬ કરોડની લાગતના નર્મદા જિલ્લાનુ એક, અને તાપી જિલ્લાના ૩ કામોનુ ખાતમુહુર્ત પણ કરવામા આવ્યુ હતુ. જ્યારે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના રૂ.૨૨૦.૫૭ કરોડના છ કામોનુ ખાતમુહુર્ત અને ૫ કામોનુ લોકાર્પણ પણ કરવામા આવ્યુ છે. તાપી નો સર્વાંગિણ વિકાસ : આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે ડબલ એંજિન સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામા તાપી જિલ્લામા કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામા કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામા આવ્યા છે. સમાજ સુરક્ષા માટે વર્ષ 2002મા ₹ 65 કરોડનુ બજેટ હતુ, જેની જોગવાઇ વર્ષ 2022મા વધારીને ₹ 1497 કરોડ કરવામા આવી છે. આગામી સમયમા તાપી જિલ્લામા દરેક તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનુ આયોજન છે. આ રીતે છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિવિધ સ્તરે કામગીરી છે. આદિવાસી કલ્યાણ ક્ષેત્રે આગેક્દમ : આદિવાસીઓના સપના સાકાર કરતા ડબલ એંજિન સરકારે, રૂપિયા એક કરોડની વનબંધુ કલ્યાણ યોજન-૨ શરુ કરીને વંચિતોના વિકાસનો માર્ગ કંડાર્યો છે. આદિવાસીઓના કલ્યાણ માટે ભારત સરકારે લાઇવલી હુડ, પશુપાલન, સ્કિલ ડેવલોપમેંટ હેઠળ પીવાના અને સિંચાઇના પાણી તેમજ માળખાકિય સુવિધાઓના ૩૭ જેટલા પ્રોજેક્ટ માટે રૂ.૩૧૦ કરોડ ૧૧ લાખ ફાળવવામા આવ્યા છે.

      વાડી યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કેરી, લિમ્બુ, બોર, જામફળ સહિતના ફ્ળાઉ ઝાડના રોપાઓ આપવામા આવે છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા કુલ રૂ.૭ કરોડ મંજુર કરી અને ૧૨૯૬ હેકટર વિસ્તારમા વાડી યોજના બનાવવામા આવી છે. આદિજાતિ ખેડુતોને ૧૦ ગુંઠા જમીનમા વેલાવાળા પાકો માટે મંડપ તૈયાર કરાવવા જરુરી સાધન સામગ્રી ખરીદવા માટે કેંદ્ર સરકાર પુરસ્ક્રુત મંડપ યોજના સને ૨૦૧૫-૧૬થી શરુ કરવામા આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધનો ખરીદવા માટે રૂ.૧૪,૫૬૦ ની સહાય ૩ હપ્તામા ચુક્વવામા આવે છે. આ ઉપરાંત રાજયના ૫૦ હજાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે ૨૫ જેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ ઓફ એક્સેલેંસ શરૂ કરવા સાથે, ૪૪ જેટલી એક્લવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ શાળાઓ, અને ૨ સૈનિક શાળાઓ કાર્યરત કરવામા આવી છે. જેના થકી આદિવાસી સમુદાયના ૩૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તસભર શિક્ષણની સુવિધા મળી રહી છે. રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની શરૂઆત સાથે આ યુનિવર્સિટીમા ૩૦૦ થી વધુ અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવ્રુત્તિ હેઠળ રાજયના ૨ લાખ ૫૯ હજાર ૩૬૦ આદિજાતિના વિદ્યાર્થીઓને લાભાંવિત કરવા સાથે, ટોપ ક્લાસ શિષ્ય્વ્રુત્તિ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમા રૂ.૧૨૪.૬૪ લાખની શિષ્યવ્રુતિ વિદ્યાર્થીઓને ચુક્વવામા આવી છે. આદિજાતિ છાત્રાલયોમા રહી અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના ૧ લાખ ૪૦ હજાર વિદ્યાર્થીઓનો નિભાવ ખર્ચમા રૂ.૧૫૦૦ થી વધારીને રૂ.૨૧૬૦ કરવામા આવ્યો છે. આ સાથે રાજ્યના આદિવાસી વિસ્તારોમા નવા ૫૦૦ જેટલા મોબાઇલ ટાવરો ઊભા કરવાનુ પણ સઘન આયોજન આ ડબલ એંજિન સરકારે કર્યુ છે. ખેડૂત અને ખેતીનો વિકાસ અગ્રેસર ડાંગ જિલ્લાને સો ટકા પ્રાક્રુતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરીને ડબલ એંજિન સરકારે રાસ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રાસ્ટ્રવ્યાપી કુત્રિમ બિજદાન કાર્યક્રમ શરુ કર્યો છે. કુત્રિમ બિજદાનથી ગર્ભધારણ દરમા સમગ્ર દેશમા ગુજરાત પાંચમા ક્રમે છે. જયારે કુત્રિમ બિજદાન કરેલા પશુઓની સંખ્યાની બાબતમા સમગ્ર દેશમા ગુજરાત રાજય ચોથા ક્રમે છે. બ્રુસેલ્લોસિસ રસીકરણની કામગીરીમા ગુજરાત દેશમા ચોથા ક્રમે, અને નેશનલ એનિમલ ડિસિઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઇયર ટેગિંગ દ્વારા પશુઓને આગવી ઓળખ આપવાની કામગીરી, તથા ખરવા-મોવાસા રોગ પ્રતિકારક રસીકરણની કામગીરીમા સમગ્ર દેશમા ગુજરાત ત્રીજા ક્ર્મે છે. e NAM પોર્ટલ ઉપર રાજયના ૮ લાખ ૬૮ હજાર ૯૧૧ ખેડૂતો, ૧૦ હજાર જેટલા વેપારીઓ, અને ૧૧૦ એફ.પી.ઓ. રજિસ્ટર થયા છે.

       આ પોર્ટલ ઉપર ૧ કરોડ ૫૩ લાખ ક્વિંટલથી વધુનો વેપાર થવા પામ્યો છે. રાજયની ૨૨૪માથી ૧૨૨ એ.પી.એમ.સી. આ પોર્ટલ સાથે જોડાયેલી છે. e NAM પોર્ટલના અમલીકરણમા ગુજરાત દેશમા ત્રીજા સ્થાને છે. ડબલ એંજિન સરકારે અત્યાર સુધીની સૌથી કિફાયતી ‘ફસલ બિમા યોજના’ શરુ કરીને રાજયના ૮૩.૮૫ લાખ ખેડૂતોને રૂ.૫૪૯૯.૫૧ કરોડના પ્રિમિયમની સહાય પુરી પાડી છે. માળખાગત સુવિધાઓથી સપના સાકાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઇનને મંજુરી આપવા સાથે, અમદાવાદ-મુંબઇ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન, દાહોદ સ્થિત લોકોમેટિવ સ્ટીમ એંજિનના કારખાનાને રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે આધુનિક બનાવવાનુ કામ, ૩૬ એકરની વિશાળ જગ્યામા સૂરતમા ડાયમંડ બુર્સનુ નિર્માણ, અમદાવાદમા દેશના ખાનગી ક્ષેત્રોને સ્પેસ સેક્ટર સાથે જોડતુ અને સ્પેસ સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપતુ દેશનુ સૌથી પહેલુ ઇન સ્પેસનુ હેડ ક્વાર્ટર, લોથલમા રૂ.૩૧૫૦ કરોડના ખર્ચે દેશના પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમનુ નિર્માણ, અમદાવાદ અને સૂરત મેટ્રો રેલ પ્રોજેક્ટ, ધોલેરા સ્પેશિયલ ઇંવેસ્ટમેંટ રિજન, ગિફ્ટ સિટી, સ્માર્ટ શહેર જેવા નવા આયામો ગુજરાતની ધરતી ઉપર અવતરણ લઇ રહ્યા છે. રાજયમા પ્રવાસનનો પમરાટ આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીનો રૂ.૬૧.૫૭ કરોડના ખર્ચે જોર્ણોદ્ધાર સાથે ગબ્બરની આસપાસ ૫૧ શક્તિપીઠોની પ્રતિક્રુતિ બનાવી ગબ્બર પર્વત ઉપર રૂ.૧૩ કરોડ ૩૫ લાખના ખર્ચે લાઇટ એંન્ડ સાઉંડ શોનુ આકર્ષણ ઉમેરાયુ, સોમનાથમા આવતા પ્રવાસીઓ માટે આધુનિક સર્કિટ હાઉસનુ નિર્માણ, દેવભુમિ દ્વારકામા ગોમતી ઘાટ, સમુદ્ર નારાયણ તટ, રાવલા તળાવ, ગોપી તળાવનો વિકાસ તેમજ પ્રવાસીઓ માટે રૂ.૬૦ કરોડના ખર્ચે પાયાની સુવિધા, ૫૦૦ વર્ષ બાદ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ સાથે રૂ.૧૨૧ કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિકાસ, એક ભારત-શ્રેસ્ઠ ભારતનો પર્યાય એવો માધવપુનો મેળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક નવા આકર્ષણો, નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ જેવા નવા આયામો રાજયમા પ્રવાસનનો પમરાટ પાથરી રહ્યા છે.

Related posts

Leave a Comment