હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અખબારી યાદીમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પી.એમ.વિશ્વકર્મા યોજનાનો લાભ છોટાઉદેપુર જિલ્લાના કારીગર વર્ગને મળી રહે તે માટે આ યોજના છોટાઉદેપુર જિલ્લામાં લાગુ પાડવામાં આવી છે. આ યોજના હેઠળ સુથારકામ, બોટ નાવડી બનવાર, લુહાર, બખ્તર/ચપ્પુ બનવાર, હથોડી અને ટુલ કીટ બનાવનાર, તાળા બનાવનાર, કુંભારકામ, શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, મોચી /પગરખાં બનાવનાર કારીગર, કડિયાકામ, વાળંદ(નાઈ), બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોયર કારીગર, દરજીકામ, ધોબી, ફૂલોની માળા બનાવનાર માળી, માછલી પકડવાની જાળી બનાવનાર, ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), સોની કામ જેવા વિવિધ ૧૮ પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલ કારીગરો તેનો લાભ લઇ શકે છે. આ યોજનામાં રજીસ્ટ્રેશન માટે અરજદાર નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી યોજનામાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેની તમામ અરજદારોએ નોંધ લેવી.