ભાવનગરમાં યોજાયેલ ભરતી મેળામાં ૧૬૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા અનુબંધમ પોર્ટલનાં માધ્યમથી તા.05-01-2024 નાં રોજ ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અગ્રગણ્ય 04 નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ નોંધાવવી હતી.

જે માટે બહોળી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધેલ હતો, જેમાંથી ૧૬૩ ઉમેદવારોને ઉપસ્થિત નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી આપવામાં આવેલ હતા. આ સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના રોજગાર અધિકારી (વ્ય. મા.) દ્વારા ઉપસ્થિત નોકરીદાતા તથા ઉમેદવારોને રોજગાર કચેરીની સેવાઓ, અનુબંધમ પોર્ટલ તથા કારકિર્દીલક્ષી બાબતોથી માહિતગાર અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

 

 

Related posts

Leave a Comment