હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ટુ વ્હીલર વાહનોની સીરીઝ GJ 34 E,F,J,K,L,M અને Pના તેમજ ફોર વ્હીલ વાહનોની નવી સીરીઝ GJ 34 N અને GJ 34 H તથા થ્રી વ્હીલ વાહનોની સીરીઝ GJ 34 Wના અને ટ્રાન્સપોર્ટ વાહનોની સીરીઝ GJ 34 Tના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી તા.૦૫ જાન્યુઆરીના રોજ રજીસ્ટ્રેશન માટે ખોલવામાં આવી છે. આ માટે રસ ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી https://vahan.parivahan.gov.in/fancy પર વિગતો ઉમેરવાની રહેશે. ત્યારબાદ તા.૦૮ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધીના સમયગાળામાં ઓક્શન બીડ ઓપન કરવામાં આવશે. તા.૧૨ ના રોજ રજિસ્ટર થયેલા ફોર્મ CNA ફોર્મ RTO કચેરીમાં જમા કરાવવાનું રહેશે.