ડભોઇ થી કેવડીયા બ્રોડગેજ લાઇનનું કામ શરૂ કરવા ડભોઇ નજીકની વિવાદીત જમીન આજરોજ સંપાદન કરતા રેલવે અધિકારીઓ

 

ડભોઇ,

ડભોઇ થી કેવડીયા સુધી બ્રોડગેજ રેલવે લાઈન નું કામ હાલમાં ચાલી રહ્યું છે. જે પૂર્ણ થવાના આરે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નજીક વેરાઈ માતા વસાહતના ખેડૂતો રેલવેના અધિકારીઓને જમીન સંપાદન કરવા દેતા ન હતા પરંતુ આ રેલ્વે લાઇન 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાના સૂચનો ઉપરી અધિકારીઓએ આપ્યા છે. ત્યારે વસાહત ના કેટલાક ખેડૂતો દ્વારા જમીન સંપાદન બાબતે વિરોધ નોંધાવી રહ્યા હતા. જેથી રેલવે તંત્રને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં વિલંબ થતો હતો હવે જ્યારે ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે સૂલે થઈ જતા આ બ્રોડગેજ લાઇન નું કામ પુનઃ શરૂ કરાયુ છે પણ એક ખેડૂત દ્વારા જમીનના બે ભાગ પડી જતા હોવાને પગલે તે ખેડૂતે વિરોધ અરજી કરી હતી પરંતુ તે પણ નિરાકરણ રેલવે અધિકારીઓ લઇ આવી આજરોજ વધુ ખેડૂતો તેનો વિરોધ ના કરે તે માટે જમીન સંપાદન કરવા પોલીસના મોટા કાફલા સાથે પહોંચ્યા હતા અને તે વિવાદી જમીનનો કબજો લીધો હતો હવે આશા છે કે રેલવેતંત્ર 31 ઓક્ટોબર સુધી આ રેલવે લાઈનને પૂર્ણ કરી દેશે. જે માટે રેલવે તંત્ર જેમ બને તેમ આ કામ પૂર્ણ કરવા તૈયાર હોવાનું સૂત્રો દ્વારા મળતી માહિતી મળી રહી છે આ જમીન સંપાદન કરવા પ્રસંગે ડભોઇના નાયબ કલેકટર હિમાંશુ પરીખ મામલતદાર જે.એન.પટેલ તેમજ રેલવેના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : રાજેશ વાળંદ , ડભોઇ

Related posts

Leave a Comment