વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ 

હિન્દ ન્યુઝ, રાજકોટ

વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા  યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૫ પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

  ()ઠક્કર સ્વીટ એન્ડ નમકીન -સ્થળ :- રૈયા રોડ – સ્થળ પર સંગ્રહ કરેલ ૨.૫ kg વાસી બોમ્બે હલવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ()બાલાજી ફરસાણ માર્ટ -સ્થળ :- રૈયા ચોકડી પાસે – સ્થળ પર સંગ્રહ કરેલ ૨ kg વાસી બોમ્બે હળવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ()બાલકૃષ્ણ ફરસાણ -સ્થળ :- રૈયા રોડ  સ્થળ પર સંગ્રહ કરેલ ૬ kg વાસી બરફીનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ..  (૦૪)કામધેનુ જલપાન -સ્થળ:- રૈયા રોડ –પેઢીને સ્થળ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. (૦૫)શ્રી રાધે ડેરી ફાર્મ -સ્થળ :- રૈયા રોડ પેઢીને સ્થળ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૦૬)પ્રણામી ફરસાણ માર્ટ (૦૭)પારસ સ્વીટ માર્ટ (૦૮)જલારામ ફરસાણ માર્ટ (૦૯)યુ ફ્રેશ ડેરી ફાર્મ (૧૦)શ્રીનાથજી ફરસાણ (૧૧)શ્રી બંશીધર ડેરી ફાર્મ  (૧૨)જય સીયારામ ફરસાણ (૧૩)ગૌતમ સ્વીટ (૧૪)ભારત ડેરી ફાર્મ (૧૫)ભગવતી ફરસાણની  સ્થળ પર ચકાસણી કરેલ.

 

Related posts

Leave a Comment