ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ સુધી અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ 

        આગામી દિવાળી પર્વ-૨૦૨૨ દરમ્યાન ભુજ શહેર અને શહેર બહાર ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા માટે અરજ્દારોએ તા. ૧૩મી ઓકટોબર સુધી અરજી કરવાની રહેશે. હંગામી પરવાના મેળવવા મામલતદાર કચેરી ભુજ -શહેરતાલુકા સેવાસદન, મુંદરા રોડ ,ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી  નિયત નમુનાનું  સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફી ના ચલણ સાથેની ધોરણસર અરજી મામલતદાર કચેરી ભુજ –શહેર ખાતે કચેરી સમય દરમ્યાન સાંજે ૦૬:૧૦ કલાક સુધી જમા કરાવી શકાશે. તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ બાદ મળેલી અરજી ધ્યાને લેવાશે નહિ તેની ખાસ નોંધ લેવા ભુજ -શહેર મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment