જાંબુડા ગામે ગઢવી મિત્ર મંડળ દ્વારા આ અનોખી રીતે સમાજમાં ઉમદા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું

જાંબુડા,

જામનગર જિલ્લા તાલુકોના જાંબુડા ગામે ગત નવરાત્રી ના દસ દિવસ સુધી હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે માતાજીના ગુણગાન સાથે દરેક ના ઘરમાં માતાજીના મંદિર માં મતાજીનો ગરબો દસ દિવસ સુધી તેમાં દિવા, ધૂપ, આરતી કરવામાં આવે છે. અને દસ દિવસ બાદ તમામ ઘરમાં દસ દિવસ સુધી માટીના ગરબા નું વિસર્જન કરવા માટે ધાર્મિક સ્થળો પર વ્યવસ્થિત રીતે મુકવામાં આવે છે. આ તમામ માટીના ગરબા માં નાના હોલ કરેલ હોય છે.

જેમાં જાંબુડા ગામે ગઢવી દિવ્યેશભાઈ નું મિત્ર મંડળ દ્વારા એક દિવસ બધા સાથે મળી ને આશરે 1000 જેટલા માટીના ગરબા ને અબોલ જીવ એટલે કે ચકલીઓ ને રહેવા માટે નું ઘર બનાવવામાં આવ્યું હતું. જે તમામ માટીના ગરબા ને ધાર્મિક જગ્યાએ અને ઝાડ ઉપર લટકાવી ને ગઢવી મિત્ર મંડળ દ્વારા આ અનોખી રીતે સમાજમાં ઉમદા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment