જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યું

જોડિયા, ની સંભાળ્યું

જોડિયા તાલુકાના લિબુડા ગામના પાટીદાર પટેલ સમાજના અને સોરઠીયા પરિવારના જ્યંતીભાઇ એચ.સોરઠીયા એ લિબુડા ગામ અને પાટીદાર પટેલ સમાજ અને સોરઠીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે.

સૌ પ્રથમ (૧૯૮૬) માં દેવ ભૂમિ દ્વારકા ના ધીંણકી ગામે તલાટી કમ મંત્રી તરીકે ની શુભ શરૂઆત કરવામાં આવેલ અને 2016 ..18 વિસ્તરણ અધિકારી સહકાર તા.વી.કચેરી જોડિયા ખાતે ફરજ બજાવી છે. અને 2018..19 ના જોડિયા તાલુકાના અન્ય ગામોમાં ત.કમ.મંત્રી તરીકે ની ફરજ બજાવેલ છે. અને 2019..20 માં તા.પ.વિસ્તરણ અધિકારી પંચાયત(સર્કલ ઇન્સપેક્ટર) ધ્રોલ ખાતે ત.કમ.મંત્રીઓ સાથે અને સરપંચ ઓ સાથે સંગઠન થી સહકાર મેળવેલ છે. અને તા.વી.અધિકારી તરીકે તેઓએ ધ્રોલ ખાતે ફરજ બજાવી છે. અને હાલમાં જોડિયા તા.પ.કચેરી ખાતે સર્કલ ઇન્સ્પેકટર તરીકે ની બદલી થઈ હતી. તરતજ તેજ દિવસે હાજર થતા ની સાથે જ જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે નો કાર્યભાર શરૂ કરેલ છે.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment