અંબાજી વિસ્તારમાં ૩ દિવસ ના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી બજારો માં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી…

અંબાજી, હિન્દ ન્યુઝ

અંબાજી વિસ્તારમાં ફરી વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદ બપોરના સુમારે ધોધમાર વરસાદનું આગમન થયું છે. વરસાદનું આગમન થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અંબાજી પંથકમાં વરસાદ નું આગમન તથા રોડ-રસ્તા પાણી-પાણી થયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એટલું જ નહીં ક્યાંક વાહનો ફસાઈ જવા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે ત્યારે અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસુધી પાણી ભરાઈ જવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે આજે વહેલી સવારથી ગરમી નાં ઉકળાટ બાદ બપોરના સુમારે વરસાદનું આગમન થતા સમગ્ર અંબાજી વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment