જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની વકીને પગલે ખેડૂતો કૃષિ પાકોના રક્ષણ માટે તકેદારીના પગલાં લે

હિન્દ ન્યુઝ, ભાવનગર

હવામાન વિભાગની આગાહી મુજબ તા.૫ થી ૭ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકસાન ન થાય તેમ જ આવાં કૃષિ પાકોના પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે આ દિવસોમાં જે ખેડૂતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈને આવે તેઓ બંધ બોડીના વાહનમાં આવે અથવા તો તાડપત્રી ઢાંકીને જ કૃષિ પાકોને લાવે. આ ઉપરાંત વેચાણના સ્થળે રાખેલો જથ્થો પલડે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ જરૂરી વ્યવસ્થા ગોઠવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment