તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૫નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર ભાવનગર શહેર ખાતે, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર ગ્રામ્ય ખાતે તેમજ પોલીસ અધિક્ષક વલ્લભીપુર તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી

Related posts

Leave a Comment