હિન્દ ન્યુઝ, લાખણી
મા ભોમની રક્ષા કાજે દેશ સેવ માટે આર્મીમા જોડાયેલ બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામના વતની હરેશભાઈ ભીખાભાઈ પરમાર વર્ષ બે હજાર પાંચ માં આર્મીમાં જોડાયા હતા. જેમણે જમ્મુ-કાશ્મિર, પંજાબ જેવા વિસ્તારમાં સતત ૧૭ વર્ષ સેવા કરી સેવા નિવૃત થતા જેઓ આજે લાખણી ગામે આવી પોહચ્યા હતા. જયાં તેમનું લાખણી ગામના અગ્રણીઓ વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા જવાનનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી ભારત માતા ના નારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે જગતસિંહ રાઠોડ, હેમરાજભાઈ પટેલ (જિલ્લા પંચાયત સદસ્ય), ધુડાભાઈ પટેલ (ડિરેક્ટર બનાસ ડેરી), મહેશભાઈ દવે, સુરેશભાઈ પટેલ, જયેશભાઈ દેસાઈ તેમજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી