માવઠું હવામાન વિભાગ ની આગાહી મુજબ ભર શિયાળે વરસાદ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડ્યો. પાટણ જિલ્લામાં પ્રજાજનો શિયાળા ની કડકડતી ઠંડી નો અનુભવ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો, ઠંડી ની સાથે કમોસમી વરસાદ સરુ થતાં એક સાથે- બે ઋતું જોવા મળી રહી છે. ૨ દિવસ થી સતત વાદળ છાયું વાતાવરણ ધુમ્મસ જેવું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું. વાતાવરણ વચ્ચે માવઠું થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જિલ્લા ના અનેક ગામો, તાલુકા માં કમોસમી વરસાદ નું આગમન થયું છે. જેને લઇ ને ખેડૂતોનાં પાક ને ભારે નુકસાન થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ૩ દિવસ ની આગાહી કરવામાં આવેલ છે. મધ્યમ વરસાદ, વાદળછાયું વાતાવરણ ની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા સરુ થતાં દિવસભર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment