મહીસાગર જિલ્‍લાના વિરપુરના નાયબ કલેકટરનો સપાટો

હિન્દ ન્યુઝ, મહીસાગર

ખનીજનું (સફેદ પથ્‍થર) અનઅધિકૃત ખનન કરતાં ૯ વાહનો સહિત અંદાજિત રૂ. બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્‍ત મહીસાગર જિલ્‍લામાં ખનીજનું (સફેદ પથ્‍થર વગેરે) અનઅધિકૃત ખનન કરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહેલા તત્‍વો સામે પગલાં લેવા અને ખનીજની ચોરીને ડામવા માટે આજે મહીસાગર જિલ્‍લાના વિરપુરના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને મામલતદાર હિમાંશુ સોલંકીની ટીમએ વિરપુર તાલુકામાં અભિયાન આદર્યું હતું. આ અભિયાન દરમિયાન માંડલિયા, બળિયાદેવની ચોકડી ગામની સીમમાંથી આ ટીમ દ્વારા ખનીજનું (સફેદ પથ્‍થર વગેરે) અનઅધિકૃત ખનન કરી રહેલા ૯ વાહનો જપ્‍ત કર્યા હતા. નાયબ કલેકટર એચ. ટી. મકવાણાના નેતૃત્‍વ હેઠળમાં પકડવામાં આવેલ આ નવ વાહનોમાં ત્રણ જેસીબી મશીન, પાંચ ટ્રેકટર ટ્રોલી અને એક ફુલ સાઇઝ ડમ્‍પરનો સમાવેશ થાય છે. મકવાણાના નેતૃત્‍વ હેઠળ જે વાહનો જપ્‍ત કરવામાં આવ્‍યા છે તેમાં ત્રણ વાહનોના નંબર GJ35S0033 (JCB મશીન), GJ23AG1165(ટ્રેકટર), GJ23C1209 (ટ્રક) તથા અન્‍ય બિન નંબરી વાહનો મળી આવ્‍યા છે. આ ઉપરાંત જુદી જુદી છ (૬) સાઇટ પર બિનઅધિકૃત ખનનનું મેપીંગ મદદનીશ ભૂસ્‍તરશાસ્‍ત્રી મારફતે કરાવતા તેમજ કુલ ૯(નવ) વાહનો મળી અંદાજિત ર (બે) કરોડથી વધુનો મુદ્દામાલ જપ્‍ત કરીને ધ ગુજરાત પ્રિવેન્‍શન ઓફ ઇલ લીગલ માઇનીંગ, સ્‍ટોરેજ અને ટ્રાન્‍સપોર્ટેશન રૂલ્‍સ-૨૦૧૭ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નાયબ કલેકટર મકવાણાએ સપાટો બોલાવી દીધો છે. વિરપુરના નાયબ કલેકટર મકવાણાએ જિલ્‍લામાં અનઅધિકૃત રીતે ખનીજનું ખનન કરી રહેલા લોકોને ચેતી જવાનો સ્‍પષ્‍ટ સંદેશો પાઠવ્‍યો છે.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment