પંચમહાલ જીલ્લામાં આજે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ગોધરા,

ગોધરા પંચમહાલ જીલ્લામાં રોજગાર કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગતઆજરોજ તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૦ના સોમવારે મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવેલ છે. જે જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવાયું છે. આ મહિલા દિવસે નિષ્ણાંતો દ્વારા રોજગારી, સ્વરોજગારી ની તકો અને તેના માટેની તૈયારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર માત્ર મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે. કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેમીનાર ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન યોજવામાં આવશે. આ સેમીનારમાં જોડાવવા માટે સૌ પ્રથમ મહિલા ઉમેદવારોને પોતાના મોબાઈલમાં ગુગલ મીટ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહશે. આ સેમીનારમાં જોડાવવા માટે meet.google.com/nse-tcbw-qto લીંકનો ઉપયોગ કરી આજે તા. ૦૩/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૨.૩૦ થી ૩.૩૦ કલાક દરમિયાન મોબાઈલ ઉપર ઓનલાઈન થવા યાદીમાં અનુરોધ કરાયો છે. ઉપરોકત લીંક પર પાંચ મિનીટ પહેલા ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઇવ ઓનલાઈન સેમીનારમાં જોડાઈ શકાશે.

રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા

Related posts

Leave a Comment