પંચમહાલ જિલ્લાના વધુ ૫ કન્ટેઈન્મેન્ટ ઝોનને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,

ગોધરા પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના સી.એચ.સી ક્વાટર્સ અને ઈન્દિરાનગર, કાલોલ નગરપાલિકાની રાધાક્રિષ્ના સોસાયટી, ઘોઘંબા તાલુકાના કાનપુર ગામની વાવની મુવાડી તેમજ કાલોલ તાલુકાના નેસડાના મોટા ફળિયા વિસ્તારોનો સમાવેશ થાય છે. સી.એચ.સી. ક્વાટર્સમાં ૨૩મી જૂનના રોજ, નેસડાના મોટા ફળિયા, રાધાક્રિષ્ના સોસાયટી તેમજ ઈન્દિરાનગરમાં ૫મી જુલાઈના રોજ અને કાનપુરની વાવની મુવાડીમાં ૬ જુલાઈના રોજ છેલ્લો કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યો હતો. આ સાથે જ આ વિસ્તારોના ૫૫ ઘરોના ૨૦૧ વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૩૩૨ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ કુલ ૨૨૬ સક્રિય કલસ્ટર છે.

રિપોર્ટર :  વસીમ જમસા, ગોધરા

Related posts

Leave a Comment