રાજકોટ શહેર લોકડાઉનના લીરેલીરા. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ફાકી તમાકુના જથ્થો પકડાયો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જેના કારણે પાન-મસાલા, બીડી-સિગારેટના ભાવ બે-ત્રણ ગણા વધી ગયા છે. કારણ કે પાન-મસાલા ગુટખા અને બીડી-સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે રીતે ખરીદી કરવા માગતા હોય છે.

તેવામાં રાજકોટના રણછોડવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં માવો, ફાકી, તમાકુ અને સિગારેટનું વેંચાણ થતુ હોવાની ફરિયાદના આધારે ૧૪ કિ.ગ્રા. સોપારીનો જથ્થો. ૧.૬ કિ.ગ્રા. તમાકુ અને ૧૭૫ માવાના પાર્સલ અને ૭૦ પેકેટ સિગારેટનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવેલ છે. તેમજ F.B.O. ને અંકે રૂપિયા ૫૦૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment