રાજકોટ,
રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ ભકિતનગર પોલીસ મથક પાસેના મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે હેરોઈનની ડીલેવરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.ગઢવી ની સૂચનાથી પી.એસ.આઇ પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે ધસી જઈ શંકાસ્પદ દંપતીને અટકાવવી પૂછપરછ કરતા તે જંકશન નજીક આવેલ ખડિયાપરામાં હાજી પીરની દરગાહ પાસે રેતી ફાતમા ઇમરાન સિપાઈ અને તેનો પતિ ઇમરાન પરવર પઠાણ હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં તેની પાસેથી મળી આવેલ વેફર્સ પુરી સહિતનો નાસ્તો ભરેલી બેગની તલાશી લેતા નાસ્તા સાથે ૩.૮૫ લાખની કિંમતનું ૩૩ ગ્રામ હેરોઈન મળી આવતા પોલીસે ખડીયાપરામાં રહેતી ફાતમા અને તેના પતિ ઇમરાનની ધરપકડ કરી તેની પાસેથી હેરોઇનનો જથ્થો તથા બે મોબાઈલ મળી કુલ ૩.૯૫ લાખની મતા કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફાતમા અગાઉ નામચીન ઈસમ ટિકિટ સાથે રહેતી હોવાનું અને તેને ફોનમાં જંગલેશ્વરમાં રહેતી સલમા ઉર્ફે ચીનુડી સાથે કોન્ટેક હોય હેરોઇન નો જથ્થો વેચવા માટે મંગાવતા સલમા ઉર્ફે ચિનુડી અને તેના સગાનો છોકરો ભૂરો હેરોઇનનો જથ્થો ડીલેવરી કરી ગયાની કબૂલાત આપતા પોલીસે બંનેને એસ.ઓ.જી ને હવાલે કરતા પી.આઇ.રાવલ ની સૂચનાથી પી.એસ.આઇ.અન્સારી સહિતના સ્ટાફે દંપતિનો કબજો મેળવી વધુ પૂછપરછ કરી સલમા અને ભૂરા નામના શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ