બોટાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ મા ખેલમહાકુંભ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાતના સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક ઈવેન્ટ તરીકે ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન નક્કી કરવામાં આવેલ છે. જેમા શાળા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ સ્પર્ધા શાળા/ગામ્ય કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, રસ્સા ખેંચ, ચેસ, યોગાસન અને કબ્બડી જેવી રમતો યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીકસ, વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, ચેસ, યોગાસન, અને કબ્બડીની રમતો યોજાશે. બોટાદ તાલુકા કક્ષાના કન્વીનાર જે.એલ.ખોલાકીય મોબાઈલ નંબર.૬૩૫૩૮૦૮૩૮૬ અને મનુભાઈ જાદવ મો.૯૭૩૭૧૩૩૦૩૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે. બરવાળા તાલુકા કક્ષાના કન્વીનાર મનોજભાઈ મિયાણી. મો.નં.૯૬૨૪૯૬૪૬૨૨ અને હરદેવસિંહ વાઘેલા મો.નં.૭૬૦૦૧૦૧૧૮૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે., બરવાળા તાલુકા કક્ષાના કન્વીનાર વી.ડી.ઝાલા મો.૯૪૨૭૩૩૭૭૩૬ તેમજ રાણપુર તાલુકા કક્ષાના કન્વીનાર ઘનશ્યામભાઈ મેર મો.નં.૯૯૦૯૭૯૫૪૯૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
વધુમાં જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ કાર્યક્રમ તા.૨૦/૦૩/૨૦૨૨, ૨૬/૨૬/૦૩/૨૦૨૨ અને તા.૦૩/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ દરમ્યાન વિવિધ રમતો યોજાશે. તમામ સ્પર્ધાઓના સ્થળ અને કાર્યક્રમની વિગત વાર માહિતી https://khelmahakumbh.gujarat.gov.in માં લોગીન થયા પછી ખેલ મહાકુંભ લોગન – રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ ખેલ મહાકુંભ રમતના સ્થળ પર ક્લિક કરી જિલ્લાનું નામ બોટાદ પસંદ કરી મેળવી શકાશે. બોટાદ જિલ્લામાંથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ અંડર-૧૧૧,૧૪,૧૭ ઓપન એઈઝ અબવ ૪૦ અને અબવ ૬૦ વયજૂથના તમામ રમતવીરોએ ખેલ મહાકુંભ સ્પર્ધામાં વધુમાં વધુ ભાગ લેવા બોટાદ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ 

Related posts

Leave a Comment